અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સરકારી મશીનરીનો દુરઉપયોગ બંધ થવો જોઈએ : શિવસેના

0
640
Government Machinery Misuse Can Stop In Augusta Westland Case Said Shivsena

શિવસેનાએ ફરી એક વાર ભાજપ પર આક્રમક પ્રહાર કર્યો છે. જેમાં શિવસેનાએ આ વખતે રાફેલ અને અગસ્તા વેસ્ટલેન્ડને લઈને આક્રમક પ્રહારો કર્યા છે. જેમાં શિવસેનાએ મુખપત્ર સામનામાં ભાજપ પર આરોપ લગાવ્યો છે અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કેન્દ્ર સરકાર મશીનરીનો દુરઉપયોગ કરી રહી છે. તેમજ રાફેલ ડીલ આસાની ભુલી શકાય તેમ નથી.

સામનાના લખવામાં આવ્યું છે કે ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર ગોટાળામાં દલાલ ક્રિશ્ચિયન મિશેલે ઇડીની સામે સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. તેવું ઇડીએ કોર્ટને જણાવ્યું હતું. જેની પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધમાસાણ શરૂ થઈ ચુકયુ છે. તેમજ આ મિશેલને પાંચ રાજ્યોના ચુંટણી પ્રચારના અંતિમ તબક્કા પૂર્વે લાવવામાં આવ્યો હતો. જેનો અર્થ પણ તમામ લોકો સમજી ચુક્યા છે.

આ ઉપરાંત સામનામાં લખવામાં આવ્યું છે કે ‘ અગસ્તા વેસ્ટ લેન્ડમાં જેને પણ દલાલી મળી છે તે આરોપીને છોડવામાં નહીં આવે. કોંગ્રેસે આ મામલામાં જવાબ આપવો પડશે. જો અગસ્તામાં સોનિયા ગાંધીનું નામ આવ્યું છે તેમજ રાફેલમાં કોનું નામ તે લોકો ભૂલી નહીં જાય. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે લીધું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY