ગુજરાતમાં ૧૦ ટકા આર્થિક અનામતના અમલ અંગે સીએમ રૂપાણીએ લીધો આ નિર્ણય

0
1086
Gujarat CM Vijay Rupani Take This Decision To Implement 10 Percent Savarn Anamant Bill

કેન્દ્ર સરકારે દેશમાં ૧૦ ટકા સર્વણ અનામત લાગુ કરવા માટે અમલ મુકેલા કાયદાનો ગુજરાત સરકાર ૧૪ જાન્યુઆરીના રોજથી અમલ કરશે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ આ અંગે જાહેરાત કરી હતી કે રાજયમાં ૧૪ જાન્યુઆરીથી ૧૦ ટકા સર્વણ અનામત લાગુ કરવામાં આવશે. જે હવે પછીની સરકારી જાહેરાતોમાં લાગુ પડશે.

આ પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકસભા અને રાજયસભામાં મંજુર થયેલા સર્વણ અનામત બીલ પર સહી કરતા તે કાયદો બન્યો હતો. કેન્દ્ર સરકારે આ બાબતની અધિસુચના જાહેર કરી છે. હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને અંતિમ રુપ આપશે. આ પછી સર્વણ અનામત લાગુ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે,દેશમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામતનું બંધારણીય અનામત બીલ રાજયસભામાં પણ બહુમતીથી મંજુર કરવામાં આવ્યું છે. જેમાં લોકસભામાં મંગળવારે મંજુર થયેલા બિલને બુધવારે ૯ જાન્યુઆરીના રોજ રાજયસભામાં રજુ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દિવસ ચર્ચા બાદ રાત્રે સવર્ણ અનામત બિલના સમર્થનમાં ૧૬૫ અને વિરોધમાં ૭ મત પડ્યા હતા. તેમજ આ બિલને સામાન્ય રીતે સિલેક્ટ કમિટીને મોકલવામાં આવતું હોય છે પરંતુ સિલેક્ટ કમિટીમાં બીલ નહીં મોકલવાની તરફેણમાં ૧૫૫ મત પડ્યા હતા. જેના પગલે હવે આ બીલ સીધું જ રાષ્ટ્રપતિને મંજુરી માટે મોકલવામાં આવશે.

સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે ૮ જાન્યુઆરીના રોજ સવર્ણ અનામત બિલ લોકસભામાં મંજુર થયું હતું. લોકસભામાં પસાર થયેલા બીલમાં ચર્ચા વિચારણા બાદ રાત્રે બીલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં બિલના પક્ષમાં ૩૨૩ મત અને વિરુદ્ધમાં ૩ મત પડ્યા હતા. જેના પગલે હવે આર્થિક અનામતના આધારે સવર્ણ લોકોને પણ સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત મળવાનો રસ્તો સાફ થયો છે. આ બિલ મંજુર કરવામાં આવ્યું ત્યારે લોકસભામાં પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં હતા.

સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે કેબીનેટમાં મંજુર કરેલું ૧૦ ટકા સવર્ણ અનામત બિલને મંજુર કરાવવું ભાજપ માટે મહત્વનું હતું. જેમાં કોંગ્રેસ અને બીએસપી સહિત અનેક પક્ષોએ બીલના સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

સવર્ણોને આર્થિક ધોરણે ૧૦ ટકા અનામત આપવાનું બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે, બિલના ફેવરમાં ૩૨૩ મત પડ્યા હતા, જ્યારે ચાર મત વિપક્ષમાં પડ્યા હતા.લોકસભાએ બંધારણીય સંશોધન બિલ ૨૦૧૯ પણ મંજુર કરવામાં આવ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY