Dy. CM નીતિન પટેલને પોતાની સાથે જોડાવવા માટે હાર્દિક પટેલનું આમંત્રણ

0
8008
Hardik Patel gave 'hearty' invitation to Dy. CM Nitin Patel to join with him

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાની સરકાર તો રચી નાખી છે. પરંતુ ખાતા ફાળવણીના મુદ્દે Dy. CM નીતિન પટેલ પક્ષથી ભારે નારાજ થઈને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ સંજોગોમાં યુવા પાટીદાર અને ‘પાસ’ના નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, ‘ભાજપમાં નીતિન પટેલ સાથે અન્યાય થઈ રહ્યો છે,જો તેઓ ચાહે તો અમારી સાથે જોડાઈ શકે છે. જો નીતિન પટેલ ઈચ્છે તો હું કોંગ્રેસમાં તેમને યોગ્ય માન સન્માન મળે તે માટે વાત કરવા તૈયાર છું. એટલું જ નહીં નીતિન પટેલ દસ ધારાસભ્યો સાથે જોડાય તો નવી સરકારમાં મહત્વનું સ્થાન મળે તે માટે રજૂઆત કરવા તૈયાર છું.’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવવા માટેનો જાદુઈ આંકને પાર કરી લીધો છે. એટલું જ નહીં ભાજપે રાજ્યમાં સરકાર પણ રચી લીધી છે, પરંતુ ભાજપની સ્થિતિ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી બની છે. સરકાર બન્યા બાદ ખાતા ફાળવણીના મામલે નારાજ થયેલા ડે.સીએમ નીતિન પટેલે ભાજપને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

જયારે બીજી તરફ ડે. સીએમ નીતિન પટેલની ભાજપ પ્રત્યેની નારાજગીને લઈને ‘પાસ’ના નેતા અને યુવા પાટીદાર આગેવાન હાર્દિક પટેલે મીડિયા મારફત કહ્યું છે કે, ‘ભાજપમાં નીતિન પટેલ સાથે અન્યાય થઈ રહ્યો છે. જો તેઓ ચાહે તો અમારી સાથે જોડાઈ શકે છે.’

એટલું જ નહીં હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું છે કે, ‘જો નીતિન પટેલ ઈચ્છશે તો હું કોંગ્રસમાં તેમને યોગ્ય માન-સમ્માન મળે તે માટે વાત કરવા પણ તૈયાર છું.’

‘પાસ’ નેતા હાર્દિક પટેલના આવા નિવેદન બાદ ડે. સીએમ નીતિન પટેલનો મુદ્દો ભાજપ માટે એક પેચીદો અને મોટો પ્રશ્ન બની ગયો છે.

હાર્દિક પટેલે તો ત્યાં સુધી કહ્યું છે કે, જો નીતિન પટેલ તેમની સાથે ૧૦ ધારાસભ્યોને લઈને અમારી સાથે જોડાય તો નવી સરકારમાં તેમને મહત્વનું સ્થાન મળે તે માટે કોંગ્રેસના મોવડીમંડળને રજૂઆત કરવા માટે પણ હું તૈયાર છે.

ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ૨૦૧૬માં છેલ્લી ઘડીએ નીતિન પટેલને મુખ્યમંત્રીના બદલે ઉપમુખ્યમંત્રી જાહેર કરાયા હતા.

આ પછી હવે નીતિન પટેલ પોતે વધુ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાવા નથી માંગતા. નીતિન પટેલના અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ નીતિન પટેલ દ્વારા પોતાને નાણા અને શહેરી વિકાસ ખાતાની ફાળવણી કરવાની માંગ કરી હતી.

પરંતુ પક્ષના કેટલાક નેતાઓ દ્વારા તેમને તેમની ઈચ્છા મુજબના ખાતાઓની ફાળવણી ન કરીને તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. જેના કારણે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હવે પક્ષના આ નેતાઓ ઉપર ભારે ગિન્નાયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY