મોદી રાજમા ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ, રૂપિયો ૭૪.૧૦ ની સપાટીએ

0
441
Historical Fall Of Rupees Against Dollar Touch 74.10 Paisa Mark In PM Modi Regime

ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. જેમાં આજે શુક્રવારે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટી ૭૪.૧૦ પૈસાએ પહોંચ્યો હતો. જેના પગલે રૂપિયાના અવમુલ્યને રીઝર્વ બેંકની ચિંતા વધારી દીધી છે. જો કે આ અંગે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું હતું કે હાલમાં ડોલર સામે રૂપિયાનું અવમુલ્યન છતાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૬.૫૦ ટકા પર જ સ્થિત રાખ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ ૬.૨૫ ટકા રહ્યો છે. તેમજ રેપો રેટ યથાવત રહ્યો હોવાથી વ્યાજના દરોમાં પણ કોઈ બદલાવ થશે નહી.

ઉલ્લેખનીય છે કે, ડોલર સામે રૂપિયો ગુરુવારે ફરી એક વાર ઘટાડા સાથે આગળ વધ્યો હતો. જેમાં ડોલરના મુકાબલે રૂપિયો ૨૬ પૈસા તૂટીને ૭૩.૬૦ ના સ્તરે ખુલ્યો હતો.જયારે થોડી જ વાર રૂપિયામાં વધુ ઘટાડો થતા તે ૭૩.૭૮ ના સ્તરે પહોંચ્યો હતો.

આ પૂર્વે બુધવારે પણ ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડાનો દોર સતત ચાલી રહ્યો હતો. જેમાં ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. ડોલર સામે રૂપિયામાં ૪૨ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાની સાથે એક ડોલર સામે રૂપિયાની કિંમત ૭૩.૩૩ થઈ હતી. આ રૂપિયાનું સૌથી નીચલું સ્તર હતું.

આ પૂર્વે સોમવારે રૂપિયો ૪૩ પૈસા તૂટીને ૭૨.૯૧ના સ્તરે બંધ થયો હતો. આ વર્ષે ડોલરના મુકાબલે રૂપિયો ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ક્રુડની વધતી કિંમત, કૈડ વધવાની આશંકા, ડોલરમાં મજબુતી અને સ્થાનિક નિકાસમાં ઘટાડો અને રાજકીય અસ્થિરતા જેવા ફેક્ટરના લીધે રૂપિયા પર વધતા સતત દબાણ બન્યો છે. તેમજ આગામી દિવસમાં રૂપિયામાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે.

ડોલર સામે રૂપિયો નબળા પડવાના કારણો જોઈએ તો દુનિયામા લેવડ-દેવડ માટે સામાન્ય રીતે ડોલરની જરૂરિયાત હોય છે જેના લીધે ડોલરની માંગ વધવાની અને પુરવઠો ઓછો થતા સ્થાનિક કરન્સી નબળી પડે છે. હાલમાં ક્રુડ ઓઈલમાં ભાવમાં વધારો થયો છે. જેના લીધે ડોલરની માંગ વધી છે. તેમજ વિદેશી રોકાણકારોએ રોકાણ ઘટાડતા દેશના ડોલરનો આઉટફલો ઘટયો છે. જેના લીધે ડોલરનો પુરવઠો પણ ઘટયો છે.

અમેરિકી અર્થવ્યવસ્થામાં સતત મજબુતીના સંકેત આપવામાં આવી રહ્યા છે. તેમજ અમેરિકી અર્થવ્યવસ્થામાં મજબુતી આવતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પરત કાઢી રહ્યાં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY