કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ CM મધુ કોડાને ત્રણ વર્ષની જેલ

0
4474
In the Coal Scam, Jharkhand's Former CM Madhu Koda has Been Sentenced to Three Years in Jail

નવી દિલ્હી: દેશના બહુચર્ચિત એવા કોલસા કૌભાંડમાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે દોષિત ઠરાવાયેલા ઝારખંડના પૂર્વ CM મધુ કોડાને ત્રણ વર્ષની જેલની સજા અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દેનારા આ કોલસા કૌભાંડમાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પૂર્વ સીએમ મધુ કોડાને દોષિત માન્યા હતા. જોકે, સીબીઆઈ કોર્ટે તેમને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે બે મહિનાના વચગાળાના જામીન પણ આપી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાની સાથે પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા, ઝારખંડના પૂર્વ મુખ્ય સચિવ અશોક કુમાર બસુને પણ દોષિત માનવામાં આવ્યા હતા. આ તમામને ગુનાઈત કાવતરું રચવા અને સેક્શન ૧૨૦-બી અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઝારખંડમાં કોલસાના બ્લોકને કથિત રૂપે ખોટી રીતે કોલકાતાની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડને ફાળવી દેવામાં આવ્યો હતો. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, આ કંપનીને રજહરા નોર્થ કોલ બ્લોક માટે તા. ૮ જાન્યુઆરીએ પોતાનું નામ આપ્યું હતું. જેને કોલ બ્લોક આપવા ઝારખંડ સરકાર કે સ્ટીલ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું નહોતું. પરંતુ ૩૬મી સ્ક્રિનિંગ કમિટી દ્વારા આ કોલસાના બ્લોકને આરોપી કંપનીને આપવા તરફેણ કરવામાં આવી હતી.

સીબીઆઈની દલીલ હતી કે, પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તાએ તત્કાલિન (પૂર્વ) પીએમ મનમોહન સિંહથી આ તથ્ય છૂપાવ્યું હતું કે, ઝારખંડ સરકારે કંપનીને બ્લોક આપવાની તરફેણ નથી કરી.

મનમોહન સિંહ તત્કાલિન સમયે કોલસા મંત્રાલયનો પણ હવાલો સંભાળતા હતા. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, મધુ કોડા, તત્કાલિન મુખ્ય સચિવ અશોક કુમાર બસુ અને અન્ય બે લોકોએ ભેગા મળીને આ આખુંય કાવતરું રચ્યું હતું, જેના કારણે આ કોલસાનો બ્લોક કોલકાતાની કંપનીને ફાળવવામાં આવે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY