ભાજપના સાંસદ Ram Tahal Choudhary એ આદિવાસી અંગે આપ્યું વિવાદિત નિવેદન

0
929
Jharkhand Bjp MP Ram Tahal Choudhary Contravorsial Statment On Tribal

ઝારખંડના રાંચીના સાંસદ Ram Tahal Choudhary એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આદિવાસીઓને એચઈસીથી મળેલા નાણાનો ઉપયોગ તે દારુ અને રેડિયોમાં ઉડાવી દે છે. આદિવાસી રોજ રેડિયો ખરીદે છે અને દારુના નશામાં રેડિયો તોડી દે છે. ભાજપના સાંસદનો આ દાવો કર્યો હતો કે એચઈસીની સ્થાપનાના સમયે સામાન્ય વર્ગ અને આદિવાસી સમુદાયની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં સામાન્ય લોકોને નાણા ખર્ચીને પોતાને સ્થાપિત કરી લીધા છે. તેમણે તેમના બાળકોને ભણાવ્યા. પરંતુ આ સમય દરમ્યાન આદિવાસીઓ દારુ પીને પોતાને બરબાદ કરી લીધા છે. તેમણે શનિવારે ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં કીધું હતું લોકોના વિચાર અને ક્રિયાકલ્પથી આર્થિક વિકાસ થાય છે.

આ દરમ્યાન તેમણે કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ કોંગ્રેસે પછાત વર્ગનો માત્ર વોટબેંકની રાજનીતિ માટે ઉપયોગ કર્યો છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપે તેમને હક્ક આપ્યો છે. સાંસદે કહ્યું કે છેલ્લા ૬૦ વર્ષથી પછાત વર્ગ માટે આયોગ બનાવવાની વાત કરવામાં આવતી હતી. પરંતુ કોંગ્રેસે તેની પર ધ્યાન ના આપ્યું.જયારે પીએમ મોદીની ઈચ્છાશકિતના પગલે પછાત આયોગને બંધારણીય દરજ્જો મળી શક્યો છે. જેના લીધે હવે પછાત વર્ગના યુવાનો, મહિલા અને વિધાર્થીઓને તેનો લાભ મળી શકશે. આ પછાત વર્ગ આયોગમાં કુલ ૧૩૦ જાતીનો સમાવેશ થાય છે.

રામટહલ ચૌધરીના જણાવ્યા અનુસાર તેમની માંગ એસટી- એસસી મંત્રાલયની જેમ પછાત વર્ગ મંત્રાલયનું પણ ગઠન કરવું જોઈએ. આ દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહુએ કહ્યું કે પીએમ મોદી પછાત વર્ગનું દર્દ સમજ્યા છે. તેમજ પીએમ મોદી દેશના ૫૦ ટકા પછાત વર્ગને સન્માન આપ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY