Karanatka માં ૧૦ હજાર નકલી વોટર ID કાર્ડ જપ્ત , કોંગ્રેસે ભાજપના નેતાની ધરપકડની માંગ કરી

0
1257
Karnataka 10 Thousand Duplicate Voter ID Card Seized Congress Demand Bjp Leader Arrest

Karanatka માં ૧૨ મે ના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે બેંગ્લોરના એક ફ્લેટમાંથી મળી આવેલા ૧૦ હજાર નકલી વોટર આઈડી કાર્ડ મળી આવતા રાજકીય આક્ષેપો તેજ બન્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ મૂકી રહ્યા છે ત્યારે ચુંટણી પંચે આ મુદ્દે તટસ્થ તપાસ કરવાની બાંહેધરી આપી છે.કોંગ્રેસે દાવો કર્યો છે કે જે ફ્લેટમાંથી વોટર આઈડી કાર્ડ મળી આવ્યા છે તેની માલીકી મંજુલા અંજામરી ભાજપના પૂર્વ કાઉનસ્લીરનો છે અને આ ફ્લેટ તેમણે પોતાના દત્તક પુત્ર રાકેશને ભાડે આપ્યો છે.

બીજી તરફ ભાજપે આનો જવાબ આપતા કોંગ્રેસને ભાજપે ઘેરી લીધી હતી. તેમજ કહ્યું હતું કે તે પૂર્વે ભાજપમાં હતી હાલ તે કોંગ્રેસમાં છે. ચુંટણીના ચાર દિવસ પૂર્વે જ વોટર આઈડી કાર્ડ મળતા આ મુદ્દે રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો હતો. જેના પગલે ચુંટણી પંચે અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય ચુંટણી અધિકારીએ ફ્લેટમાંથી જપ્ત ૯૭૪૬ આઈડી અંગે જાણકારી આપી હતી.આ વખતે જ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પ્રેસ કરીને કોંગ્રેસ પર અનેક આરોપ મુક્યા હતા. તેમજ આર.આર. નગર બેઠક પરથી ચુંટણી રદ કરવાની માંગ કરી હતી.

જેની થોડી વાર બાદ જ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને ભીંસમાં લીધી હતી.આ દરમ્યાન એક વિડીયો પર બતાડવામાં આવ્યો હતો જેમાં વોટર આઈ-ડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. અને બતાડવાની કોશિશ કરવામાં આવી હતી કે તેમાં ભાજપ ના લોકો સામેલ છે.આ સુરજેવાલાએ કહ્યું કે ભાજપ ચુંટણી હારવાની છે એટલે મીડનાઈટ ડ્રામા કરી રહી છે. અમે ભાજપને પૂછવા માંગીએ છીએ કે આ ફ્લેટનો માલિક કોણ છે. આ ફ્લેટનો ભાડુઆત કોણ છે અને મંજુલા અંજામરી કોણ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે મંજુલા ભાજપની પૂર્વ કોર્પોરેટર છે અને આ ફ્લેટની માલિક છે. તેમણે આ ફ્લેટના તેમના દત્તક પુત્ર રાકેશને ભાડા પર આપ્યો છે. જેને ભાજપમાંથી વર્ષ ૨૦૧૫માં ટીકીટ આપવામાં આવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યો હતો. અમે ચુંટણી પંચ પાસે માંગ કરીએ છીએ કે આ કેસમાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને નકલી દસ્તાવેજને લઈને મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવે.

તો બીજી તરફ ભાજપ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે મંજુલા અંજામરી સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી. તેને છ વર્ષ પૂર્વે જ ભાજપ છોડી દીધું છે.તે હાલ કોંગ્રેસના સભ્ય છે. કોંગ્રેસ કોઈ પણ સાબિતી વિના આરોપ લગાવી રહી છે. અમારી પાસે જ પણ દ્સ્તાવેજ છે તે અમે ચુંટણી પંચ સમક્ષ રજુ કરીશું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY