Karnataka ભારે રસાકસી વચ્ચે વિધાનસભા ચુંટણીનું મતદાન પૂર્ણ, ૧૫ મે ના રોજ પરિણામ

0
827
karnataka assembly election end with approx 70 percent voter turnout result on 15th may

Karnataka ભારે રસાકસી વચ્ચે વિધાનસભા ચુંટણી વચ્ચે મતદાન પૂર્ણ થયું છે. જેમાં કર્ણાટકમાં સરેરાશ ૭૦ ટકા મતદાન નોંધાયું છે. ચુંટણી પંચના આંકડા મુજબ સાંજે ૫ વાગે સુધી ૬૪ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. કર્ણાટકમાં ઈવીએમ ગરબડીની ફરિયાદો અને એક બે સ્થળે સામાન્ય ઘર્ષણ વચ્ચે લોકોએ મતદાન કર્યું હતું. કર્ણાટકમાં ઈવીએમ સાથે વીવીપેટ સાથે મતદાન કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં બપોરે ત્રણ વાગે સુધી ૫૬ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જયારે કર્ણાટકમાં વિધાનસભાની બેઠકો માટે બપોરે ૧ વાગે સુધી ૩૭ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે આ વખતે મતદાનની ટકાવારી વધવાની આશા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૧૩માં કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ૭૧.૪૫ ટકા મતદાન નોંધાયું હતું. કર્ણાટકમાં વહેલી સવારથી થયેલા મતદાનમાં શહેરી કરતા ગ્રામીણ વિસ્તારમાં મતદાન વધારે જોવા મળ્યું છે.

આ ઉપરાંત કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ભાજપના સીએમ પદના ઉમેદવાર યેરૂરપ્પાએ પણ મતદાન કર્યું છે. જયારે વડાપ્રધાન મોદીએ પણ લોકોને મોટી સંખ્યામાં આવીને મતદાન કરવામાં માટે અપીલ કરી છે. જો કે સવારના એક કલાક બાદ મતદારો મોટી સંખ્યામાં મતદાન માટે આવતા અનેક મતદાન મથકો પર મતદાન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ઉપરાંત ક્રિકેટર અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડે પણ મતદાન કર્યું હતું.

કર્ણાટક વિધાનસભા ચુંટણી ૨૦૦૮ કરતા ૨૦૧૩માં ભાજપને ૭૦ બેઠકનું નુકશાન થયું હતું. જયારે રાજ્યની તમામ પાર્ટીઓને ફાયદો થયો હતો. જેમાં સૌથી વધુ લાભ કોંગ્રેસને ૪૨ બેઠક, જેડીએસને ૧૨ અને અન્ય ઉમેદવારોને ૧૦ બેઠક પર થયો હતો.કર્ણાટક વિધાનસભાની ચુંટણીનું પરિણામ ૧૫ મેના રોજ જાહેર થવાનું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY