Karnataka માં ભાજપ ભીંસમાં મૂકાઈ, જેડીએસ- કોંગ્રેસ પણ સરકાર રચના માટે રાજયપાલને ફરી મળશે

0
2937
Karnataka Bjp In Trouble JDS And Congress And Bjp Once Again Meet Governer Today

Karnataka માં વિધાનસભા ચુંટણીમાં એક પણ પક્ષને બહુમત નહીં મળતા હવે સરકાર રચનાને મુદ્દે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા ગઈકાલ સાંજથી શરૂ થઈ ચુક્યો છે. કર્ણાટકની ૨૨૨ બેઠકના પરિણામ સામે આવ્યા છે જેમાં ભાજપ ૧૦૪ બેઠક સાથે વધુ બેઠક મેળવનારો પક્ષ બન્યો છે. જયારે તે સ્પષ્ટ બહુમતીથી ૮ બેઠક દુર છે. જયારે કોંગ્રેસ પાસે ૭૮ બેઠક અને જેડીએસ પાસે ૩૮ બેઠક છે. જેના પગલે કોંગ્રેસે કાલે જ જેડીએસને સરકાર રચના માટે સમર્થન જાહેર કરીને ભાજપને સરકાર રચનાના દાવા પર પાણી ફેરવી દીધું હતું.

જો કે તેમ છતાં ભાજપે સરકાર રચનાનો દાવો કરવા માટે ભાજપના સીએમ ઉમેદવાર યેદુરપ્પા સાથે ભાજપના અન્ય નેતા રાજયપાલને મળ્યા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે ભાજપના સીએમ ઉમેદવાર યેદુરપ્પાએ મુલાકાત કરી હતી. જયારે તેની બાદ રાજયપાલને જેડીએસના કુમાર સ્વામી અને કોંગ્રેસ ડેલીગેશન પણ રાજયપાલને મળ્યું હતું અને સરકાર રચનાનો દાવો કર્યો હતો આ પૂર્વે પરિણામો બાદ કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયાએ પોતાનું રાજીમાનું રાજ્યપાલને સોંપી દીધું છે.

જેડીએસ કોંગ્રેસ જોડાણને લઈને કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે અમારી જેડીએસના નેતા દેવગૌડા અને કુમાર સ્વામી સાથે વાતચીત થઈ છે તેમજ તે આ સમર્થન લેવા પણ તૈયાર છે. તેમજ તે આજે મોડી સાંજે કોંગ્રેસને નેતાઓ સાથે રાજયપાલને મળીને સરકાર રચનાનો દાવો કરશે.કોંગ્રેસે ભાજપને સત્તાથી દુર રાખવા માટે ચાલ ચાલી છે. જે રીતે ભાજપે ગોવામાં કર્યું હતું તે જ રીતે તેમણે આ વખતે કર્ણાટકમાં સરકાર રચવા માટેની તૈયારીઓ કરી છે. .

આ અંગે જણાવતા કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ જી. પરમેશ્વરાએ કહ્યું હતું કે અમે લોકમતનું સન્માન કરીએ છીએ. તેમજ જ કોઈ પક્ષને બહુમત નથી મળ્યું. તેથી કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તે જેડીએસને સપોર્ટ કરશે. તેમજ કોંગ્રેસ આજે જેડીએસ સાથે રાજયપાલ સાથે મંત્રતા પર કરી છે.

જો કે આ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપ અને જેડીએસ- કોંગ્રેસ આજે ફરી એક વાર રાજયપાલને મળીને સરકાર રચનાનો દાવો કરવા જવાના છે. જો કે રાજયપાલ કોને સરકાર રચના માટે આમંત્રણ આપે છે તેની બાદ જ સરકાર રચનાની સ્થિતિ સ્પષ્ટ થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY