Karnataka માં ભાજપને લાગી શકે છે આંચકો, કોંગ્રેસે કુમાર સ્વામીને CM બનાવવા આપ્યું સમર્થન

0
1135
Congress Support Kumar Swami For CM Candidate

Karnataka માં વિધાનસભા ચુંટણીના પરિણામોને લઈને હાલ મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સરકાર રચના માટે ૧૧૨ બેઠકનો જરૂરિયાત છે. પરંતુ હાલમાં રુઝાન અને જીતેલી બેઠકોની આંકડા સાથે કોઈપણ પક્ષ ૧૧૨ ના આંકડાને પહોંચી શકે તેમ છે.તેવા સમયે ભાજપ ૧૦૫ બેઠક જીતી શકે તેમ છે. જયારે કોંગ્રેસ ૭૪ અને જેડીએસ ૩૯ બેઠક જીતી શકે તેમ લાગે છે. તેના પગલે કોંગ્રેસે ભાજપને સત્તાથી દુર રાખવા માટે જેડીએસના નેતા કુમારસ્વામીને સીએમ બનાવવા માટે સમર્થન આપ્યું છે.

આ અંગે કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે અમારી જેડીએસના નેતા દેવગૌડા અને કુમાર સ્વામી સાથે વાતચીત થઈ છે તેમજ તે આ સમર્થન લેવા પણ તૈયાર છે. તેમજ તે આજે મોડી સાંજે કોંગ્રેસને નેતાઓ સાથે રાજયપાલને મળીને સરકાર રચનાનો દાવો કરશે.કોંગ્રેસે ભાજપને સત્તાથી દુર રાખવા માટે ચાલ ચાલી છે. જે રીતે ભાજપે ગોવામાં કર્યું હતું તે જ રીતે તેમણે આ વખતે કર્ણાટકમાં સરકાર રચવા માટેની તૈયારીઓ કરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા અશોક ગેહલોત ને ગુલામનબી આઝાદ ગઈકાલે જ બેંગ્લોર પહોંચ્યા હતા.

આ અંગે જણાવતા કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ જી. પરમેશ્વરાએ કહ્યું હતું કે અમે લોકમતનું સન્માન કરીએ છીએ. તેમજ જ કોઈ પક્ષને બહુમત નથી મળ્યું. તેથી કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તે જેડીએસને સપોર્ટ કરશે. તેમજ કોંગ્રેસ આજે જેડીએસ સાથે રાજયપાલ સાથે મંત્રતા પર કરશે.

હાલ, કર્ણાટક વિધાનસભા ચુંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેમાં હાલ જોવા જઈએ તો રુઝાન અને જીતેલી બેઠકો સાથે ભાજપ હજુ પણ સાત બેઠકો દુર છે. જેમાં ભાજપ અત્યારે ૩૧ બેઠક પર લીડ ધરાવે છે જયારે ૭૫ બેઠક પર વિજય મેળવ્યો છે. આ બંનેનો સરવાળો ૧૦૬ થાય છે.

જયારે કોંગ્રેસ ૨૭ બેઠક પર લીડ ધરાવે છે અને ૪૭ પર વિજય મેળવ્યો છે. જેની કુલ બેઠક ૭૪ થાય છે. જયારે જેડીએસ ૨૩ બેઠક પર લીડ ધરાવે છે અને ૧૬ બેઠક પર વિજય મેળવ્યો છે. જેની કુલ બેઠક ૩૯ થાય છે. આમ, જોવા જઈએ તો કોંગ્રેસ અને જેડીએસ જોડાણ કરે તો કુલ ૧૧૩ બેઠકો થાય છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY