Karnataka માં ભાજપ માટે ૭૦ થી વધુ બેઠક મેળવવી મુશ્કેલ, કોંગ્રેસ સરકાર બનાવશે : મલ્લિકાઅર્જુન ખડગે

0
439
Karnataka Congress confident To Win BJP will not win more than 60-70 seats Said Mallikarjun Kharge

Karnataka વિધાનસભાની આજે યોજાઈ રહેલી ચુંટણીમાં વહેલી સવારથી જ મતદાન શરુ થઈ ચુક્યું છે. જેમાં પ્રથમ કલાકમાં સવારે ૯.૧૫ વાગે સુધીમાં ૧૦.૬ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જયારે મતદાનમાં ધીરે ધીરે ગતિ વધી રહી છે. તેવા સમયે કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગે જણાવ્યું કે અમને આત્મ વિશ્વાસ છે અમે જીતીશું ભાજપને ૬૦ થી ૭૦ બેઠક મેળવવી પણ મુશ્કેલ પડશે. તેથી તેમણે ૧૫૦ નો ટાર્ગેટ છોડી દેવો જોઈએ. તે માત્ર સરકાર બનાવવાના સપનાં જોઈ રહ્યાં છે.

આ પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ Rahul Gandhi એ પ્રથમ વાર મતદાન કરી રહેલા યુવા મતદારોનું ટ્વીટ કરીને સ્વાગત કર્યું છે. રાહુલ ગાંધીએ કર્ણાટકની સ્થાનિક ભાષામાં ટ્વીટ કરી છે.રાહુલ ગાંધીએ યુવા મતદારોનું સ્વાગત કરતા લખ્યું છે કે મતદાનની ટકાવારીએ ટકાઉ લોકતંત્રની નિશાની છે. હું તમામ યુવા મતદારો જે પ્રથમ વાર મતદાન કરી રહ્યાં છે તેમનું સ્વાગત કરું છું. કર્ણાટકના લોકો લોકશાહીના મોટા પર્વને પણ બીજા ઉત્સવોની જેમ જ ઉજવવાની ક્ષમતા ધરાવે છે તે હું જાણું છું.

આ ઉપરાંત Rahul Gandhi એ કર્ણાટક ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કહ્યું હતું કે અમે જીતી રહ્યા છીએ. કર્ણાટકની જનતા નફરતની રાજનીતિને જાકારો આપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ કર્ણાટક ચુંટણીમાં અમારું અને મતદારોનું ધ્યાન વિકેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમારો ધ્યેય કર્ણાટકનો વિકાસ છે અને તે જ અમારી જીતની ગેરંટી છે. કર્ણાટકમાં દેશની નજર છે અને પીએમ મોદીમાં પેનિક છે. તેથી જ તેમણે દેશભરની ટીમને અહિયાં ઉતારી દીધી છે. અમને કર્ણાટક પર, સંસ્કૃતિ પર અને અહીંના લોકો પર વિશ્વાસ છે. કર્ણાટકમાં અમારું કામ અને વિઝન બોલી રહ્યું છે. મને એ બાબતની ખુશી છે કે કર્ણાટકમાં સાંપ્રદાયિક મતભેદની કોશિષ નિષ્ફળ રહી છે.ચુંટણી પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ પ્રત્યે સકારાત્મક માહોલ છે.

Karnatka વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે. જેમાં સવારના ૯.૧૫ વાગે સુધીમાં સરેરાશ ૧૦.૬ ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. કર્ણાટકમાં મતદાન માટે કુલ ૫૬ હજાર પોલીંગ બુથ બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં કુલ ૪ કરોડ ૯૬ લાખ મતદારો તેમના મતાધિકારનો આજે ઉપયોગ કરશે.તેમજ ૯૬ ટકા મતદારોને ઓળખકાર્ડ પર ઇસ્યુ કરવામાં આવી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત આ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જો કે મતદાન શરૂ થવાના પ્રથમ કલાકમાં અનેક સ્થળો પરથી EVM ખરાબીની અનેક ફરિયાદો મળી હતી. જ્યાં EVM બદલી આપવામાં આવ્યા છે. જયારે હુબલીમાં એક સ્થાને VVPAT બગડવાની પણ ફરિયાદ મળી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY