Karnataka માં રાજભવન બહાર કોંગ્રેસ- જેડીએસ ધારાસભ્યોનો જમાવડો

0
1370
Karnataka Mla Of Congress And JDS Gather Outside Rajbhavan Demand Invitation Of Formation Government

Karnataka માં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતા સરકાર રચનાને લઈને મામલો ગૂંચવાયો છે. જેમાં ભાજપ પાસે ૧૦૪ બેઠક હોવાથી તેમણે સરકાર રચનાનો દાવો કર્યો છે. જયારે બીજી તરફ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપતા કોંગ્રેસ- જેડીએસના ૧૧૭ ધારાસભ્યો થતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના પગલે આજે સાંજે કોંગ્રેસ અને જેડીએસ તેના તમામ ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યો છે. જેને લઈને કર્ણાટક રાજભવન ખાતે ધારાસભ્યોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

જો કે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો રાજયપાલ વજુભાઈ વાળા કોંગ્રેસ- જેડીએસને સરકાર રચવાનું આમંત્રણ નહીં આપે તો તમામ ધારાસભ્યો રાજભવન બહાર જ ધરણા યોજશે. જો કે તે પૂર્વે જ જેડીએસ કાર્યકરો હાલ નારેબાજી કરી રહ્યાં છે.

Karnataka માં વિધાનસભા ચુંટણીમાં એક પણ પક્ષને બહુમત નહીં મળતા હવે સરકાર રચનાને મુદ્દે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા ગઈકાલ સાંજથી શરૂ થઈ ચુક્યો છે. કર્ણાટકની ૨૨૨ બેઠકના પરિણામ સામે આવ્યા છે જેમાં ભાજપ ૧૦૪ બેઠક સાથે વધુ બેઠક મેળવનારો પક્ષ બન્યો છે. જયારે તે સ્પષ્ટ બહુમતીથી ૮ બેઠક દુર છે. જયારે કોંગ્રેસ પાસે ૭૮ બેઠક અને જેડીએસ પાસે ૩૮ બેઠક છે. જેના પગલે કોંગ્રેસે કાલે જ જેડીએસને સરકાર રચના માટે સમર્થન જાહેર કરીને ભાજપને સરકાર રચનાના દાવા પર પાણી ફેરવી દીધું હતું.

જો કે તેમ છતાં ભાજપે સરકાર રચનાનો દાવો કરવા માટે ભાજપના સીએમ ઉમેદવાર યેદુરપ્પા સાથે ભાજપના અન્ય નેતા રાજયપાલને મળ્યા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે ભાજપના સીએમ ઉમેદવાર યેદુરપ્પાએ મુલાકાત કરી હતી. જયારે તેની બાદ રાજયપાલને જેડીએસના કુમાર સ્વામી અને કોંગ્રેસ ડેલીગેશન પણ રાજયપાલને મળ્યું હતું અને સરકાર રચનાનો દાવો કર્યો હતો આ પૂર્વે પરિણામો બાદ કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયાએ પોતાનું રાજીમાનું રાજ્યપાલને સોંપી દીધું છે.

જેડીએસ કોંગ્રેસ જોડાણને લઈને કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે અમારી જેડીએસના નેતા દેવગૌડા અને કુમાર સ્વામી સાથે વાતચીત થઈ છે તેમજ તે આ સમર્થન લેવા પણ તૈયાર છે. તેમજ તે આજે મોડી સાંજે કોંગ્રેસને નેતાઓ સાથે રાજયપાલને મળીને સરકાર રચનાનો દાવો કરશે.કોંગ્રેસે ભાજપને સત્તાથી દુર રાખવા માટે ચાલ ચાલી છે. જે રીતે ભાજપે ગોવામાં કર્યું હતું તે જ રીતે તેમણે આ વખતે કર્ણાટકમાં સરકાર રચવા માટેની તૈયારીઓ કરી છે. .

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY