Karnataka માં મોદીનો વિજય રથ અટકશે, કોંગ્રેસને મળશે બહુમત : એક્ઝીટ પોલ

0
2010
Karnataka Modi Vijya Rath Will Be Stop Congress Got Majority In Election Result Reveal In Exit Poll

Karnataka માં ૧૨ મે ના રોજ યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં સાંજે ૬ વાગે સુધી સરેરાશ ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં રાજ્યની ૨૨૨ બેઠકો માટે મતદાન થયું હતું. જયારે બાકીને બે બેઠક પર ૨૮ મે ના રોજ મતદાન યોજવવાનું છે.જો કે ચુંટણી પૂર્ણ થયા બાદ અલગ અલગ ચેનલ અને એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝીટ પોલમાં કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જયારે Karnataka માં મોદીનો વિજય રથ અટકશે તેવું તારણ એક્ઝીટ પોલમાં જાહેર થયું છે. બે એક્ઝીટ પોલના ભાજપની જીત થશે તેમ તારણ આવ્યું છે.

ઇન્ડિયા ટુડેના પોલમાં કોંગ્રેસને ૧૦૬ -૧૧૮ સીટ, ભાજપને ૭૯-૮૨ સીટ અને જેડીએસને ૨૦-૨૨ સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ૯૦-૧૦૩ સીટ, ભાજપને ૮૦-૯૩ સીટ અને જેડીએસને ૩૧ -૩૯ સીટ મળવાનું અનુમાન છે.

સ્થાનિક કન્નડ ચેનલ સુવર્ણા ચેનલના રિપોર્ટમાં કોંગ્રેસ ૧૦૬-૧૧૮, જ્યારે ભાજપ ને ૭૯-૯૨ પર અને જેડીએસ ૨૨-૩૦ બેઠક , જ્યારે અન્યના ખાતામાં૧-૪ સીટ મળવાનું અનુમાન છે. આજતકના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ૧૦૬ -૧૧૮ ભાજપ ૭૨-૭૬, જેડીએસ ૨૫ -૩૦ જ્યારે અન્યને ૦૪ -૦૮ સીટ મળશે તેવું અનુમાન છે.

ન્યૂઝ એક્સના પોલમાં કોંગ્રેસ ૭૨-૭૮ બેઠક જ્યારે ભાજપને ૧૦૨-૧૧૦ બેઠક મળવાનું અનુમાન છે. તો જેડીએસને ૩૨-૪૩ સીટ મળશે. તો રિપબ્લિક ટીવીના જન કી બાદ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ૭૩ -૮૨ સીટ, ભાજપને ૯૫ -૧૧૪ સીટ અને જેડીએસને ૩૨ -૪૩ સીટ મળશે.

આમ, જોવા જઈએ તો મોટાભાગના સર્વેમાં હાલમાં કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે ચૂંટણીનું પરિણામ ૧૫ મેંના રોજ જાહેર થવાનું તે દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, Karnataka ના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચામુંડેશ્વરીથી મતદાન કર્યા બાદ જેડીએસ પર મતદારોને નાંણા વહેંચવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે ભાજપ જેડીએસને જાહેરમાં સમર્થન આપે છે. આ બંને ભેગા મળીને મારી વિરુદ્ધ એક ડમી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. આ ઉપરાંત મતદાન કર્યા બાદ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે યેદુરપ્પા માનસિક રૂપે પરેશાન છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસને ૧૨૦થી વધારે બેઠક મળશે. તેમજ ભાજપની હાર નિશ્ચિત છે.

આ ઉપરાંત કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગે જણાવ્યું કે અમને આત્મ વિશ્વાસ છે અમે જીતીશું ભાજપને ૬૦ થી ૭૦ બેઠક મેળવવી પણ મુશ્કેલ પડશે. તેથી તેમણે ૧૫૦ નો ટાર્ગેટ છોડી દેવો જોઈએ. તે માત્ર સરકાર બનાવવાના સપનાં જોઈ રહ્યાં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY