Karnataka માં યેદુરપ્પાની કિસ્મતનો આજે નિર્ણય, Congress દેશભરમાં લોકશાહી બચાવવા યોજશે પ્રદર્શન

0
802
Karnataka Yeddyurappa Fortune Decision Today Congress Oppose And Protest To Save Democracy

Karnataka માં બહુમતી ના હોવા છતાં ભાજપે યેદુરપ્પાના નેતુત્વમાં સરકારની રચના કરીને રાજયપાલે તેમને સીએમ તરીકેના શપથ અપાવી દીધા છે. પરંતુ આ અંગે સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસે કરેલી અરજી બાદ આજે સુપ્રિમે ૧૧૨ ધારાસભ્યોના સમર્થન પત્ર ભાજપ પાસે માંગ્યા છે. જેના પગલે ભાજપ હાલ તો ભીંસમાં મૂકાઈ છે. સુપ્રિમ કોર્ટ આ અંગે આજે વધુ સુનવણી છે. જેમાં યેદુરપ્પાની કિસ્મતનો ફેંસલો થશે તેની શક્યતા છે.

આ ઉપરાંત કર્ણાટકમાં ભાજપ સરકારે સત્તાના જોરે સરકાર રચના કરીને લોકશાહીની સરેઆમ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને જેડીએસે કર્ણાટકના કાલે સમગ્ર દિવસ ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં લોકશાહી બચાવો દિવસ મનાવવામાં આવશે. જેમાં ભાજપ સરકાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશ . કોંગ્રેસના મતે કર્ણાટકના જે પણ થયું તે દેશની લોકશાહી પર કુઠારાધાત સમાન છે. જેના લીધે ભાજપના રાજના લોકશાહી હાલ ખતરામાં છે. ત્યારે કોંગ્રેસે તેનું નેતુત્વ કરીને લોકશાહીને બચાવવાની જરૂરીયાત છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત દેશના સીનીયર ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી Karnataka માં રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર રચવાનું આપેલા આમંત્રણના વિરુદ્ધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેઠમલાણીએ રાજયપાલના નિર્ણયને બંધારણીય સત્તાનો દુરઉપયોગ ગણાવ્યો છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ખંડપીઠે તાત્કાલિક સુનવણી માટે દાખલ કરેલી અરજી પર વિચાર કરવા માટે સમય લઈને તેની સુનવણી શુક્રવારે સવારે કરશે.

રામ જેઠમલાણીએ કહ્યું કે રાજયપાલનો આદેશ બંધારણીય સત્તાઓનો દુરઉપયોગ છે. આ નિર્ણયથી રાજયપાલના હોદ્દાની ગરીમા જોખમાઈ છે. તેમણે કહ્યું કે હું કોઈપણ પક્ષના સમર્થન કે વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં આવ્યો નથી. પરંતુ રાજયપાલે જે રીતે નિર્ણય લીધો છે તેનાથી હું દુઃખી છું.જેમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી ખંડપીઠે જેઠમલાણીની અરજીનો અભ્યાસ કર્યો હતો. જેની સુનવણી હવે ૧૮ મે નારોજ સવારે કરવામાં આવશે.

Karnataka માં ઉતાવળીયે શપથ ગ્રહણ બાદ ભાજપ સંકટમાં મુકાયું છે. જેમાં શપથગ્રહણ અટકાવવા માટે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીની આજે સુનવણી દરમ્યાન કોર્ટે ભાજપ પાસે ૧૧૨ MLA ના સમર્થન પત્ર માંગ્યા છે. તેમજ ૨૪ કલાકમાં આ સમર્થન પત્ર માંગ્યા છે જેને લઈને ભાજપ હવે ભીંસમાં મૂકાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને ૨૨૨ બેઠકોમાંથી ૧૦૪ બેઠકો મળી છે. જેમાં બહુમતિની સંખ્યા કરતાં ૮ ધારાસભ્યો ઓછા છે. કોંગ્રેસને ૭૮ અને JDSને ૩૭ બેઠકો ઉપરાંત BSPને ૧ અને અન્યને ૨ બેઠકો મળી છે. આ સ્થિતિમાં ભાજપ મોટો પક્ષ બની ગયો પણ સ્પષ્ટ બહુમતીના આંકડાથી દુર રહ્યો. જ્યારે કોંગ્રેસ અને JDSએ પરિણામ આવ્યા બાદ ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત કોંગ્રેસે યેદુરપ્પાની શપથવિધિ રોકવા માટે કોંગ્રેસે રાત્રે જ સુપ્રિમ કોર્ટમાં આ અંગે અરજી કરી દીધી છે. તેમજ અદાલતે રાત્રે બે થી પાંચ વાગે સુધી આ કેસની સુનવણી પણ કરી હતી. પરંતુ કોંગ્રેસ રાજયપાલે ભાજપને સરકાર રચના માટે આપેલું આમંત્રણ અને ધારાસભ્યોની સહીવાળા પત્ર કોર્ટમાં હાજર કરી શકી ન હતી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY