Karantaka માં આજે કુમાર સ્વામી લેશે CM પદના શપથ, Rahul Gandhi સહિત અનેક રાજનેતાઓ રહેશે હાજર

0
511
Kumarswamy, Sworn Karnataka CM Today Politician Among With Rahul Gandhi Will Present

Karnataka માં યેદુરપ્પાના રાજીનામાં બાદ બુધવારે જેડીએસમાં કુમાર સ્વામીના નેતુત્વમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર રચના થશે. જેને લઈને જેડીએસ- કોંગ્રેસ વચ્ચે મંગળવારે એક મહત્વની બેઠક યોજાવવાની છે. જેમાં મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જેડીએસ- કોંગ્રેસ ગઠબંધનમાં જેડીએસના સીએમ સહિત ૧૩ અને કોંગ્રેસના ઉપ મુખ્યમંત્રી સહિત ૨૦ મંત્રીઓ બનશે તેવી શકયતા છે.

આ ઉપરાંત આ બેઠકમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત એક ક્યાસ એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે જો જેડીએસને સીએમ પદ આપવામાં આવ્યું છે તો ઉપ મુખ્યમંત્રી અને વિધાનસભા સ્પીકરનું પદ કોંગ્રેસને આપવામાં આવે.

Karnataka માં કુમાર સ્વામીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓ હાજર રહેશે. જેમાં ભાજપ અને એનડીએ વિરોધી રાજનેતા અને પક્ષના પ્રતિનિધિઓ હાજર રહે તેવી શક્યતા છે. આ શપથવિધિ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશમાંથી પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને માયાવતીની હાજરી પણ જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે , કર્ણાટકમાં રાજકીય સરગરમી વચ્ચે જેડીએસના કુમાર સ્વામી ૨૧ મે ના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમને મળ્યા બાદ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારી કે. વેણુગોપાલ તેમની સાથે કર્ણાટક આવી રહ્યા છે અને તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મંત્રીમંડળને આખરી ઓપ આપવામાં આવશે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની સાથે મુલાકાત બાદ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કુમાર સ્વામી સાથે તેમની મુલાકાત સારી રહી હતી. અમે કર્ણાટકના રાજ્કીય માહોલ અને આપસી હિત સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમજ હું બુધવારે તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થઈશ.

આ પૂર્વે કર્ણાટકમાં સરકાર રચનાને લઈને ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ આમને સામને આવી હતી. જો કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૧૦૪ બેઠક સાથે ભાજપ સરકાર રચનાનું આમંત્રણ આપ્યું હતું. તેમજ યેદુરપ્પાને સીએમ તરીકેના શપથ પણ લેવડાવ્યા હતા અને ૧૫ દિવસમાં બહુમત સાબિત કરવાનો સમય આપ્યો હતો. પરંતુ આ સમગ્ર કિસ્સો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો ને ભાજપને શનિવારે જ બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હ્તો. જો કે આ ઘટનાક્રમમાં બહુમતિના હોવાના લીધે ભાજપના સીએમ યેદુરપ્પાએ ૫૫ કલાક બાદ જ રાજીનામું આપી દીધું હતું. જેની બાદ રાજ્યપાલે જેડીએસ- કોંગ્રેસને સરકાર રચનાનું આમંત્રણ આપ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY