Lalu Prasad Yadav ને ઝારખંડ હાઈકોર્ટે આપી મોટી રાહત, મળી ૬ અઠવાડિયાની જામીન

0
521
Lalu Prasad Yadav

આરજેડી સુપ્રીમો Lalu Prasad Yadav ને ઝારખંડ હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. તેમને મેડીકલ ગ્રાઉન્ડ પર ૬ અઠવાડિયાની પ્રોવિઝનલ જામીન મળી છે. જસ્ટીસ અપરેશ સિંહની અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે. લાલુ પ્રસાદ તરફથી બીમારીઓના ઈલાજ કરાવવા માટે હાઈકોર્ટથી પ્રોવિઝનલ જામીન માંગવામાં આવી હતી.

જજ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં લાલુ પ્રસાદના પ્રોવિઝનલ બેલ પીટીશન પર ગયા શુક્રવારે સુનવણી થવાની હતી. સુનવણી માટે અરજીને યાદીબદ્ધ પણ કરી લેવામાં આવી હતી. પરંતુ, અચાનક પ્રવક્તાની હડતાળના કારણે સુનવણી ટળી ગઈ.

જણાવી દઈએ કે, હાઈકોર્ટમાં ચારા ઘોટાળાથી સંબંધિત અરજી પર શુક્રવારે જ સુનાવણી થાય છે. દેવઘર કોષાગારથી ગેરકાનૂની નિકાસ મામલે હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવાયા બાદ લાલુ પ્રસાદ તરફથી જમીન પીટીશન દાખલ કરવામાં આવી હતી. આમાં બીમારીઓના ઈલાજો માટે ત્રણ મહિનાના પ્રોવિઝનલ જમીનની માંગ કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY