મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, છતાં કોંગ્રેસનું પલડું ભારે : એક્ઝીટ પોલ

0
141
Madhya Pradesh Congress Bjp Tuff Fight Congress Will Strong Reveal In Survey

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૩૦ બેઠકો માટે ૨૮ નવેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં વર્ષ ૨૦૧૩માં ભાજપને ૧૬૮ બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને ૫૮ બેઠકો મળી હતી. તેવા સમયે મધ્ય પ્રદેશમાં સામે આવેલા એક્ઝીટ પોલ મુજબ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

જેમાં એબીપી- સીવોટરના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં ભાજપને ૧૦૮ અને કોંગ્રેસને ૧૨૨ બેઠક મળશે તેવું અનુમાન છે.

ટાઈમ્સ નાઉ ક્રોમ ડીએમના સર્વે મુજબ ભાજપને ૧૦૮ અને કોંગ્રેસને ૧૦૩ તથા અન્યને ૧૯ બેઠક મળે તેવી શકયતા છે.

ટાઈમ્સ નાઉ વોર રૂમના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં ભાજપને ૧૪૨ અને કોંગ્રેસને ૭૭ તથા અન્યને ૧૧ બેઠક મળવાનું અનુમાન છે.

ન્યુઝ નેશનના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં ભાજપને ૧૦૯ – ૧૧૩ અને કોંગ્રેસને ૧૦૭ -૧૧૧ તથા અન્યને ૧૨ બેઠક મળવાનું અનુમાન છે.

જયારે પોલ ઓફ પોલના સર્વે મુજબ ભાજપને ૧૧૭, કોંગ્રેસને ૧૦૭-૧૧૧ અને અન્યને ૧૩ બેઠક મળવાની સંભાવના છે.

મધ્યપ્રદેશમાં ૨૩૦ સીટો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં મતદાનની સાથે જ ૨૮૯૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મધ્યપ્રદેશમાં ૫.૦૪ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મધ્યપ્રદેશમાં ભાજપે સૌથી વધારે તમામ ૨૩૦ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ૨૨૯ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ૨૨૭ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY