મહાગઠબંધન એ માત્ર વિપક્ષોની નહીં પરંતુ લોકભાવના પણ છે :Rahul Gandhi

0
1743
Mahagathbandhan Is Sentiment Against BJP And RSS Said Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ Rahul Gandhi એ બુધવારે કહ્યું કે ભાજપ અને પીએમ મોદી નો મુકાબલો કરવા માટે એકત્ર થઈ રહેલું મહાગઠબંધન એ માત્ર નેતાઓનું જોડાણ નથી પરંતુ તે લોકભાવના છે. રાહુલ લોકોની આ અવાજને એક સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ વિરુદ્ધ એકત્ર થવાની લોકભાવના મજબુત બની રહી છે અમે લોકભાવનાને વાચા આપી રહ્યાં છે. જે ભાજપ અને આરએસએસ નો મુકાબલો કરી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને ભાજપ દેશની બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરી રહ્યાં છે. લોકોની સામે આ જ સવાલ છે તે કેવી રીતે રોકી શકાય.

રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન મોદીને તેમાં કોઈ રૂચી નથી.
તેમણે કહ્યું મોદી સરકારે નોટબંધીના માધ્યમથી મુંબઈ હુમલો કર્યો છે. અહીના નાના ઉદ્યોગ કારોબારી છે. અહિના ચામડા અને કાપડ ઉદ્યોગ છે. તેમણે ગબ્બરસિંહ ટેક્સથી હુમલો કર્યો છે. સમગ્ર દેશ દુઃખી છે. નાના ઉદ્યોગકારો દુઃખી છે અને અમે તેમની માટે લડી રહ્યાં છે.

તેમણે કહ્યું કે વર્તમાન સરકારના શાસન કાળમાં ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૩૦ ડોલરથી ઘટીને ૭૦ ડોલર થયો છે. પરંતુ તેનો લાભ સામાન્ય લોકોને નથી મળી રહ્યો. આ રૂપિયા માત્ર ૧૫ થી ૨૦ અમીર લોકોના તિજોરીમાં જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાહુલ ગાંધી મુંબઈમાં ભીવંડીની કોર્ટના હાજર થયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૬ માર્ચ ૨૦૧૪માં એક ચુંટણી રેલીમાં મહાત્મા ગાંધીની હત્યા RSS એ કરી છે તેવા કરેલા નિવેદનના પગલે તેમની પર માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે કેસ મહારાષ્ટ્રની ભીવંડી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેના પગલે રાહુલ ગાંધી અદાલતમાં હાજર થયા હતા અને તેમની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા. જો કે રાહુલ ગાંધીએ તેમની પર મુકવામાં આવેલા આરોપને ખોટા ગણાવ્યા અને પોતે નિર્દોષ હોવાનું અદાલતમાં જણાવ્યું હતું.

રાહુલ ગાંધી તરફથી ભિવંડીના ફોજદારી વકીલ નારાયણ અય્યારે કહ્યું હતું કે કોર્ટ દ્વારા ૨૦૧૪ કેસમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે IPC કલમ 499 અને 500 હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. ૨ મેના રોજ અદાલતે રાહુલ ગાંધીને ૧૨ જૂનના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા કહ્યું હતું. RSS ના એક સ્થાનિક કાર્યકર રાજેશ કુંતેએ આ કેસ દાખલ કર્યો હતો. સંઘ કાર્યકર્તા રાજેશ કુંટેએ ૨૦૧૪માં ભિવંડીમાં રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા પછી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલે આ ભાષણમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આરએસએસનો હાથ છે.

આ કેસની આગામી સુનવણી ૧૦ ઓગસ્ટના રોજ હાથ ધરાશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY