મહારાષ્ટ્રમાં મરાઠાઓને ૧૬ ટકા અનામત બિલ વિધાનસભામા મંજુર, પાંચ ડિસેમ્બરથી અનામત લાગુ કરવાના પ્રયાસો

0
147
Maharastra Assembly Clear 16 Percent Maratha Reservation Bill Likely To Implement On 5th December

મહારાષ્ટ્રમા ભાજપ સરકારે આખરે મરાઠાઓને શિક્ષણ અને નોકરીમા ૧૬ ટકા અનામત આપતા બિલને ગુરુવારે વિધાનસભામાં મંજુર કરી દીધું છે. જેને સર્વસંમતીથી પસાર કરવામાં આવ્યું હતું. આ બીલને હવે વિધાન પરિષદમાં મંજુર કરવામા આવશે. જ્યા પસાર થયા બાદ હવે તે કાયદાનું સ્વરૂપ લેશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં આ બિલ રજૂ કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસે કહ્યું હતું કે, અમે મરાઠા અનામત માટે પ્રક્રિયા પૂર્ણ કરી ચુક્યા છે. આજે અમે બિલ લઇને આવ્યા છે. જો કે, ફડનવીસે મરાઠા અનામત પર રિપોર્ટ પૂર્ણ નહીં થવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અનામત પર રિપોર્ટ પૂર્ણ કરવા માટે એક પેટાકમિટિની રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ એક રિપોર્ટ અને એટીઆર વિધાનસભામાં રજૂ કરશે. પહેલા વિધાનસભાથી બિલને સામાન્ય મંજુરીથી પસાર કરીને વિધાન પરિષદમાં મુકવામાં આવ્યું હતું જ્યાંથી આને સર્વસંમતિથી પસાર કરી દઇને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર પાંચમી ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા અનામત લાગૂ કરવાના પ્રયાસમાં છે.

આગામી પાંચ દિવસમાં કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરીને આને અમલી કરવામાં આવશે. કોંગ્રેસીને નેતા અશોક ચવાણે મરાઠા અનામત વિધેયક પસાર કરવાને લઇને સમગ્ર મરાઠા સમુદાયને ક્રેડિટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વોટના ધ્રુવીકરણ માટે ફડનવીસ સરકારે આ નિર્ણય લીધો છે જેથી સરકારે મુસ્લિમ અનામતને લઇને કોઇ નિર્ણય કર્યો નથી. થોડાક દિવસથી મરાઠા અને ઘનગર સમાજના અનામતના મુદ્દા ઉપર મહારાષ્ટ્ર વિધાનમંડળના શિયાળુ સત્રમાં મડાગાંઠની સ્થિતિ હતી.

મંગળવારે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. જેમાબંને પક્ષોએ એકબીજાની નીતિ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તર્કવિતર્કોનો વરસાદ થયો હતો. ફડનવીસે વિપક્ષની યોજના પર પ્રશ્ન ઉઠાવ્યા હતા જ્યારે વિપક્ષે સરકારની વિચાર શક્તિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અનામતના મુદ્દા ઉપર કોઇ રાજનીતિ કરવામાં આવી નથી. ફડનવીસે કહ્યું હતું કે, સરકાર મરાઠા સમાજને અનામત આપવા ઇચ્છુક છે.

જો કે સૌથી પહેલા આ અનામત કોંગ્રેસ -એનસીપીની સરકારે આપ્યું હતું. જો કે તે ન્યાયિક કસોટી પર નામંજુર થઈ હતી. જેની બાદ મંત્રી નારાયણ રાણે આ મામલો એક કમિટી બનાવીને તેને સોંપ્યો હતો. પરંતુ આ કમિટીને બંધારણીય મંજુરી મળી ન હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY