માલ્યા-જેટલી મુલાકાત વિવાદ વકર્યો, ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ અરુણ જેટલી ઉપર પ્રહારો કર્યા

0
737
Mallya Jaitley Meeting Contavorsey Bjp Subramanian Swamy Attack On Arun Jaitely

દેશમાં બેંકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને લંડન ભાગી જનારા ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત છોડતા પૂર્વે નાણામંત્રી અરુણ જેટલી સાથે કરેલી મુલાકાતના નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જેમાં એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેની તપાસ અને અરુણ જેટલીની રાજીનામાંની માંગણી કરી રહ્યાં છે. ત્યારે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ નાણામંત્રી અરુણ જેટલી પર પ્રહાર કર્યા છે.

સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ મામલામાં નાણામંત્રીએ પોતાની સાફ વાત કરવી જોઇએ. નાણામંત્રી પ્રશ્નોના ઘેરામાં આવી ગયા છે. આ તથ્યને ફગાવી શકાય નહીં કે, માલ્યાએ સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રીને લંડન જવાના સંદર્ભમાં માહિતી આપી હતી.આ ઉપરાંત સ્વામીએ કહ્યું હતું કે, માલ્યાની સામે લુકઆઉટ નોટિસ ૨૪મી ઓક્ટોબર ૨૦૧૫ના દિવસે હળવું કરવામાં આવ્યું હતું. તેમના સ્ટેટસને બ્લોગથી રિપોર્ટ કરી દેવામાં આવ્યું હતું. આનાથી માલ્યાને ૫૪ જેટલી ચકાસણી કરવામાં આવેલી ચીજવસ્તુઓની સાથે દેશની બહાર જવામાં સરળતા મળી હતી. માલ્યાએ દાવો કર્યો હતો કે, ભારત છોડતા પહેલા નાણામંત્રીને મળીને ગયા હતા. તેઓ સેટલમેન્ટને લઇને નાણામંત્રીને મળ્યા હતા.

થોડાક સમય બાદ જ વિજય માલ્યાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, તેઓ જેટલીને મળ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ લંડન જઇ રહ્યા છે. તેમની સાથે કોઇ અનૌપચારિક વાતચીત થઇ ન હતી. ત્યારબાદ સંસદમાં કેટલાક સાથીઓ સાથે પણ વાતચીત કરી હતી અને બાકી નાણાંની ચુકવણીના સંદર્ભમાં પણ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિજય માલ્યાના નાણા મંત્રી અરુણ જેટલી પર કરેલા આરોપો બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ રાજીનામાની માંગ કરીને તેની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. વિજય માલ્યાએ બુધવારે જણાવ્યું હતું કે તેમણે દેશ છોડતા પૂર્વે વિજય માલ્યા સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ . તેમણે ટ્વીટ કરીને કહ્યું કે લંડનમાં વિજય માલ્યાએ જે ગંભીર આરોપ લગાવ્યા છે તેની બાદ વડાપ્રધાને તેની સ્વતંત્રની તપાસના આદેશ આપવા જોઈએ અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી નાણા મંત્રી અરુણ જેટલીએ રાજીનામું આપી દેવું જોઈએ.

આ પૂર્વે કોંગ્રેસ પક્ષે માલ્યા- જેટલી મુલાકાત અંગે જણાવ્યું કે દેશ છોડીને ભાગી જનારા વિજય માલ્યાએ નાણા મંત્રી અરુણ જેટલીએ અનેક વાર મુલાકાત કરીને દેવું નિપટાવવાની ચર્ચા કરી હતી. તેમ છતાં ભાજપ સરકારે હજારો કરોડના દેવા સાથે તેને ભાગવા દીધો. તો હજુ પણ હવે કોઈ સાબિતી જોઈએ છે કે મોદી સરકાર ઉદ્યોગપતિઓના ગજવામાં છે.

આ ઉપરાંત કોંગ્રેસે એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં મશહુર શો કોન બનેગા કરોડપતિના હોસ્ટ અભિતાભ બચ્ચન સવાલ પૂછે છે કે વિજય માલ્યાને દેશમાંથી ભાગવામાં કોણે મદદ કરી. તેમજ તેના જવાબમાં વિકલ્પમાં લખવામાં આવ્યું છે કે અરુણ ,જેટલી, અરુણ જેટલી કે નાણા મંત્રી

ઉલ્લેખનીય છે વિજય માલ્યાએ બુધવારે પ્રત્યાર્પણ કેસની સુનવણી દરમ્યાન અદાલત બહાર પ્રેસ જોડે વાતચીતમાં કહ્યું હતું કે ભારત છોડતા પૂર્વે તેમણે નાણા મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી અને દેવું નીપટાવવા માટે રજુઆત કરી હતી.

વિજય માલ્યાના આ ખુલાસા બાદ અરુણ જેટલીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ દરમ્યાન તેમણે ક્યારેય વિજય માલ્યા સાથે મુલાકાત કરી નથી. પરંતુ એક વાર સંસદમાં ચાલતા ચાલતા તે મળ્યા હતા અને તેમણે દેવું નિપટાવવા અંગે રજુઆત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY