Rahul Gandhi ની ઇફતાર પાર્ટીમાં અનેક વિપક્ષી દળોના નેતા થયા સામેલ

0
1696
Many Opposition Party Leader Join Rahul Gandhi Iftar Party

કોંગ્રેસ અધ્યક્ષ Rahul Gandhi ની ઇફતાર પાર્ટીમાં વિપક્ષી દળોના મોટાભાગના નેતા અને કોંગ્રેસ નેતા સામેલ થયા હતા. રાહુલ ગાંધીની ઇફતાર પાર્ટીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા દેવી સિંહ પાટીલ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામીદ અંસારી, પૂર્વ પીએમ મનમોહનસિંહ, દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, પૂર્વ જદયુ અધ્યક્ષ શરદ યાદવ ડીએમકે સાંસદ કનીમોજી પણ ઇફતાર પાર્ટીમાં સામેલ થયા હતા.
rahul 02
રાહુલ ગાંધીએ દિલ્હીમાં બુધવાર સાંજે દિલ્હીની તાજ પેલેસ હોટલમાં ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીને રાજકીય રીતે મહત્વની માનવામાં આવે છે. તેમજ વિપક્ષી એકતાને લઈને પણ આ પાર્ટી મહત્વની સાબિત થઈ હતી. જો કે આ ઇફતાર પાર્ટીમાં ગુલાબનબી આઝાદ, શશી થરુર અને અન્ય કોંગ્રેસી નેતા વ્યસતાને પગલે સામેલ થયા હતા. આ ઉપરાંત અન્ય વિપક્ષી દળોના નેતા પણ અન્ય કારણસર સામેલ થઈ શકયા નથી.

rahul 03
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇફતાર પાર્ટી માટે ૧૮ રાજકીય દળોને આમંત્રણ આપ્યું હતું, કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ ઇફતાર પાર્ટી હતી. આ ઇફતાર પાર્ટીથી વિપક્ષ વધુ મજબુત બનવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. આ પૂર્વે સોનિયા ગાંધીએ અધ્યક્ષ તરીકે વર્ષ ૨૦૧૫માં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ ઇફતાર પાર્ટી બાદ એક ટ્વીટ કરીને દરેક લોકોનો ધન્યવાદ માન્યો હતો. તેમણે લખ્યું હતું કે સારું જમવાનું અને દોસ્તો સાથે સકારાત્મક વાતચીત થઈ અને તેને યાદગાર બનાવ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY