મોદી સરકાર બેકફૂટ પર , કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે રાજીનામુ આપ્યુ

0
499
Modi Government On Backfoot MJ Akbar resigns after Contravorsey of Sexual Harrasment allegations

યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા વિદેશ રાજયમંત્રી એમ.જે. અકબર આખરે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. મી ટુ વિવાદમાં ફસાયેલા કેન્દ્રીય મંત્રી એમ.જે.અકબર રવિવારે વિદેશ પ્રવાસથી પરત આવ્યા હતા. તેવા સમયે તેમણે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે તે બાદમાં આરોપ પર નિવેદન આપશે. આ ઘટનાક્રમને લઈને વિપક્ષ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો એમ.જે.અકબરનું રાજીનામું માંગી રહ્યા હતા.

જયારે મોદી સરકારના મંત્રી એમ.જે.અકબર દ્વારા પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની પ્રતિક્રિયા આપતા રમાણીએ જણાવ્યું હતું કે એમ.જે. અકબર ગભરાવીને લોકોને ચુપ કરાવવા માંગે છે. એમ.જે. અકબરે તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. એમ.જે. અકબરે લો ફર્મ કરંજવાલા એન્ડ કંપની મારફતે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ કેસ દાખલ થતાની સાથે જ પ્રિયા રમાણી એ પોતનું નિવેદન આપ્યું હતું. ટ્વીટર આપેલા નિવેદન મુજબ તેમણે લખ્યું છે કે- છેલ્લા બે સપ્તાહથી ઉથલ પાથલ બાદ અલગ અલગ ક્ષેત્રની મહિલા પત્રકારો અને લેખકો, સંપાદકો, ફિલ્મી હસ્તીઓ અને અન્ય લોકો પર કામના સ્થળે થતા યૌન શોષણના આરોપ લગાવ્યા છે. આ મહિલાના નિવેદન ધીરે ધીરે સામે આવી રહ્યા છે. જેની માટે સમગ્ર દુનિયામાં સોશિયલ મીડિયામાં મી ટુ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા વિદેશ રાજયમંત્રી એમ.જે. અકબરને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેમનો લૂલો બચાવ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દે મૌન તોડતા જણાવ્યું હતું કે એમ.જે.અકબર વિરુદ્ધ તપાસ કરવામાં આવશે અને મંત્રી સામે મુકવામાં આવેલા આરોપોમાં કેટલી સત્યતા છે તેની પણ તપાસ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે એ બાબતની તપાસ કરવી પડશે કે આ આરોપ સાચા છે કે ખોટા. અમારે એ વ્યક્તિની પોસ્ટની સત્યતાની તપાસ કરવી પડશે જેણે આ આરોપ લગાવ્યા છે. કારણ કે લોકો મારા નામનો ઉપયોગ કરીને કશું પણ લખી શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY