મનમોહનસિંહ સરકારના સૌથી વધુ આર્થિક વિકાસના આંકડા પર મોદી સરકારે હટાવી લીધા

0
5889
PM Modi And Manmohansingh

એક સત્તાવાર અહેવાલ અનુસાર, ડો. મનમોહનસિંહના કાર્યકાળમાં ભારતે સૌથી વધુ વિકાસદર હાંસલ કર્યો હતો. જે આંકડા સરકારી વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ અહેવાલના પગલે મોદી સરકારની થઈ રહેલી ટીકાને પગલે કેન્દ્રીય સાંખ્યીકી અને ક્રિયાવન મંત્રાલયે વેબસાઈટ પરથી એ માહિતી દુર કરી દીધી છે. દેશના જીડીપીના જુના આંકડાને લઈને ઉભા થયેલા વિવાદ બાદ તે વિગત વેબસાઈટ પરથી દુર કરવામાં આવી છે. તેમજ લખ્યું છે કે આ ચોક્કસ અનુમાન ન હતું તેના સત્તાવાર આંકડા પછી જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાસ્તવિક ક્ષેત્રના આંકડાના વિષયમાં રચાયેલી એક સમિતિ દ્વારા જીડીપી આકલનના નવા આધાર અનુસાર ગત વર્ષોમાં જીડીપી અંગેનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ડો. મનમોહનસિંહના વડાપ્રધાન સમયના કાર્યકાળ દરમ્યાન આર્થિક વિકાસ દર મોદી સરકારની તુલનામાં વધારે દર્શાવવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ડો. મનમોહનસિંહના કાર્યકાળ વર્ષ ૨૦૦૬-૦૭ દરમ્યાન ભારતનો આર્થિક વિકાસ દર ૧૦.૦૮ સુધી પહોંચ્યો હતો. જે વર્ષ ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણ બાદ સૌથી વધુ વિકાસદર હતો.

આજ અહેવાલ પર ટીપ્પણી કરતા પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે યુપીએ સરકારે એક દશકમાં અર્થવ્યવસ્થાને સૌથી તીવ્ર વૃદ્ધિ સાથે ઉચ્ચતમ સ્તર પર પહોંચાડી હતી. જેમાં ૧૪ કરોડ લોકોને ગરીબીના સ્તરથી ઉપર ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટર પર કહ્યું કે સત્યની જીત થઈ છે. જીડીપીના રજુ કરવામાં આવેલા આંકડામાં વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ નો સમય આર્થિક વિકાસ માટે સર્વોત્તમ રહ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY