મોદી સરકાર ભાગેડુઓની ટ્રાવેલ એજન્સી : રણદીપ સુરજેવાલા

0
645
Modi ,Government ,Become, Travel, Agent ,For, Absconder ,Allage, Congress, Spokesperson, Randeep Surjewala, Nirav Modi, Mehul Chokshi, bank, Bank Fraud, Politics, India, Congress ,BJP

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ભાગેડુઓની ટ્રાવેલ એજન્સી બની ચુકી છે. આ અંગે પત્રકાર પરિષદમાં બોલતા તેમણે કહ્યું હતું કે મોદી સરકારે દેશના ખજાના અને બેંકોને લૂટનારાને ભાગવા માટે ફ્રી પાસ આપી રાખ્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકારના કાર્યકાળમાં હજુ સુધી ૧૯,૦૦૦ બેંક ફ્રોડ સામે આવી ચુક્યા છે. દેશના ૨૩ ભાગેડુ બેંકોના નાણા લુંટીને ભાગી ચુક્યા છે અને મોદી સરકાર માત્ર વાતો કરે છે અને હાથ પર હાથ મૂકીને બધુ જોઈ રહી છે.

સુરજેવાલાએ કહ્યું કે વર્ષ ૨૦૧૭માં આવકવેરા વિભાગે એક રીપોર્ટમાં કહ્યુ હતું કે નીરવ મોદી કોઈ મોટો ગોટાળો કરી શકે તેમ છે. પરંતુ નાણા મંત્રી અરુણ જેટલી અને પીએમ મોદીએ કોઈ કાર્યવાહી ના કરી. પરંતુ અરુણ જેટલીની પુત્રી અને જમાઈને ૨૪ લાખ રૂપિયા ફી તરીકે નિરવ મોદીએ આપ્યા હતા. સુરજેવાલાએ દાવો કર્યો કે નીરવ મોદીએ કુલ મળીને ૨૬,૩૦૬ કરોડનું બેંકો અને લોકોનું ફ્રોડ કર્યું છે.

તેમણે આરોપ મુક્યો કે પીએમ નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરુણ જેટલીએ આ ભાગેડુઓને રક્ષણ પૂરું પાડ્યું છે. આનો જવાબા વડાપ્રધાન મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ દેશના લોકોને આપવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે , દેશના સૌથી મોટા બેંકીગ ગોટાળાના નીરવ મોદી સહિત મુખ્ય સૂત્રધાર મેહુલ ચોકસીને એંટીગુઆમાં નાગરિકતા અપાવવામાં મોદી સરકાર જ ભાગીદાર સામેલ હોવાનું સામે આવ્યું હતું. એંટીગુઆ સરકારે સ્પષ્ટતા કરી છે કે હીરા કારોબારને ભારત સરકારે ક્લીન ચીટ આપી હતી. તેની બાદ જ તેને નાગરિકતા આપવામાં આવી હતી.મેહુલ ચોકસી અને નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે ૧૨,૭૦૦ કરોડનું ફ્રોડ કરીને વિદેશ ભાગી ગયા છે. જેમને વિદેશ ભગાડવામાં મોદી સરકાર પોતે જ ભાગીદાર છે. તેમજ રાજકીય લાભ મેળવવા લોકોને ગુમરાહ કરવા ભાજપના ડીએનએમાં જ છે તે આ ઘટના સાબિત કરે છે.જે ભાજપની કરણી અને કથનીમાં કેટલો અંતર છે તે પણ સ્પષ્ટ કરે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY