રાફેલ મુદ્દે ભીંસમાં મુકાયેલી મોદી સરકાર કરી રહી છે આ રીતે ડેમેજ કન્ટ્રોલ

0
956
Modi Government In Damage Control Mode On Rafale Deal Issue CAG Also Not Active

રાફેલ સોદામા બદનામી થી બચવા માટે નરેન્દ્ર મોદીએ પાછી એક ખતરનાક ચાલ ચાલી હતી કેન્દ્ર સરકાર ના પોતાના ભરોસા પાત્ર મંત્રી ને ફ્રાંસ મોકલી ને દ સોલ્ટ ના સીઈઓ પાસે કહેવડાવ્યું છે કે અનિલ અંબાણી ની કંપની ને ભાગીદાર બનાવવા માટે અમારા ઉપર નરેન્દ્ર મોદી સરકાર ની કોઈ જ પ્રકારની ભૂમિકા નહોતી. અમે તો માત્ર અંબાણી પરિવાર ને જોઈ ને જ સોદો કર્યો હતો ત્યારે મારે પૂછવા ની ઈચ્છા થાય છે કે અનિલ અંબાણી ની કઈ ઈજ્જત થી તમે તેને ભાગીદાર બનાવવા માટે તલપાપડ થયા છો.?? અનિલ અંબાણી એ આજ દિવસ સુધી જે પણ કંપનીઓ સંભાળી છે તેમાં મીંડું જ વાળ્યું છે શેર હોલ્ડરો ના અરબો રૂપિયા ડૂબાડયા છે.

અનિલ અંબાણી ની કંપનીઓ ને સરકારી બેન્કો ના આજે પણ ૬૦ થી ૭૦ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આવા ઉદ્યોગ પતિ ઓ ને તો સત્યમ કમ્પ્યૂટર ના પૂર્વ સીઈઓ રાજુ ની જેમ જેલ મા હોવું જોઇએ પણ આ નાલાયક રાજકારણીઓ ની મહેરબાની થી તે એક પછી નાટકો કર્યા જ કરે છે નથી તેને કાયદા કાનૂન ની બીક કે નથી તેને રાજકારણીઓ ની બીક. તે એવું જ સમજે છે કે દુનિયા મેરી મુઠ્ઠી મે હે.

હવે રાફેલ વિમાન ખરીદી મુદ્દે કોંગ્રેસ પાર્ટી બીજો સાચો સવાલ કરે છે કે જ્યારે દેશ મા કોંગ્રેસ પાર્ટી નું શાસન હતું ત્યારે અવાર નવાર કૌભાંડ શોધવાની વાતો કરતી કેગ હવે મૌન કેમ બેઠી છે. શું કેગ ને હવે રફાલ વિમાન ખરીદી મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર મા બધું બરાબર લાગે છે? છેલ્લા વર્ષ થી એવી વાતો અને દલીલો સાંભળવા મળી રહી છે કે રફાલ વિમાન ની ખરીદી ૩ ત્રણ ગણા ભાવ થી થઈ છે ત્યારે કેગ ની ફરજ મા એ વાત કેમ નથી આવતી કે આ મુદ્દે દેશ ની જનતા ને સાચી હકીકત જણાવે કેગ ભલે ખરીદી ની કિંમત જાહેર ના કરે પણ આ સોદા મા પારદર્શિતા છે કે નહિ તે તો જનતા ને કહી જ સકે છે. આજે દેશ એટલી બધી અરાજકતા ભરી સ્થિતિ થી પસાર થઈ રહ્યો છે કે ૬૦ જેટલા પૂર્વ આઇએએસ અધિકારી ઓ એ ભેગા થઈ ને રાષ્ટ્ર પતી ને કેગ અંગે ફરિયાદ કરી છે. કારણ કે રફાલ વિમાન ખરીદી ના સોદા ને અને નોટ બંદી ને ૨ વર્ષ જેટલો સમય વીત્યો છે પણ કેગ દ્વારા આ ૨ મામલે રિપોર્ટ તૈયાર કેમ નથી થયો. આ મામલે નરેન્દ્ર મોદી ના દબાણ હેઠળ કેગ આવી ગયું હોય તેવુ લાગી રહ્યું છે કારણ કે આવનારી લોકસભા ચૂંટણી મા ભાજપ ને નુકસાન ના થાય તેથી કેગ દ્વારા જાણી જોઈ ને ઢીલ દાખવવામાં આવી રહી છે

આખો દેશ અને દુનિયા જાણી ગઇ છે કે રફાલ વિમાન ખરીદી ના મુદ્દે નરેન્દ્ર મોદી ની સરકારે જ ફ્રાંસ ની સરકાર અને ડ્સોલ્ટ કંપની પર અનીલ અંબાણી ની કંપની ને ભાગીદાર બનાવવા માટે દબાણ કર્યું હોય અને શરત મૂકી છે. પાછલા વર્ષ થી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રફાલ વિમાન ખરીદી મુદ્દે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને હતા ત્યારે નરેન્દ્ર મોદી એ આ મુદ્દે પોતાના હોઠ સિવી દીધા હતા તેથી ભાજપ અને નરેન્દ્ર મોદી ને ચાહવા વાળા ઓ એ પણ નરેન્દ્ર મોદી પર ફિટકાર વરસાવ્યો છે કારણ કે દેશ મા પાન નો ગલ્લો હોય. ચા ની કીટલી હોય કે વાળ કાપવા વાળા નાઈ ની દુકાન હોય બધે જ રફાલ વિમાન ખરીદી મુદ્દે નરેન્દ્ર મોદી પર આકરી ટીકા થાય છે કારણ કે દેશ ની સુરક્ષા મુદ્દે વડાપ્રધાન ના પદ પર બેસી ને આવા ઉઠાવગીર ઉદ્યોગ પતિ ને નરેન્દ્ર મોદીએ કોન્ટ્રાક્ટ નહોતો આપવો. આ સોદા મા નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી ની મીલી ભગત વિના શક્ય હોય જ નહીં.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY