Jio Institute ને લઈને ભીંસમાં મૂકાઈ Modi સરકાર

0
777
Modi Government In Trouble Due To Jio Institute Contravorsey

રિલાયન્સની પ્રસ્તાવિત Jio Institute ને લઈને મોદી સરકાર ભીંસમાં મૂકાઈ છે. વિપક્ષી દળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાણી બંધુઓ સાથેના નજીકના સંબધોનું આ પરિણામ ગણાવ્યું છે. આ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કરતા ટ્વીટર પર લખ્યું છે કે ભાજપ સરકારે ફરી એક વાર મુકેશ અને નીતા અંબાણી પર મહેરબાની કરી છે. કાલ્પનિક જીયો સંસ્થાને પ્રતિષ્ઠિત સંસ્થાઓની સૂચીમાં નાખી દીધી છે. જેનું અસ્તિત્વ જ હજુ બાકી છે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કયા આધાર પર આ સ્ટેટ્સ આપવામાં આવ્યું છે.

જયારે આ અંગે માર્કસવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સીતારામ યેચુરીએ પણ જીયો ઇન્સ્ટીટયુટ આપવામાં આવેલા સ્ટેટ્સની તુલના ઉદ્યોગપતિની કર્જમાફી સાથે કરી હતી. યચુરીએ ટ્વીટ કરીને કહ્યું કે અત્યાર સુધી અસ્તિત્વમાં નહીં આવેલી યુનીવર્સીટીને દરજ્જો આપવો કોર્પોરેટ જગતની ૩ લાખ કરોડની એનપીએ જેવો છે. જેને સરકારે ચાર વર્ષમાં ઉદ્યોગપતિઓ સાથે સંબધ સાચવવા માટે યેનકેન પ્રકારે માંડી વાળ્યા છે.

સમાજવાદી પાર્ટીએ સરકારના આ નિર્ણયને મોદી સરકાર સાથે અંબાણી બંધુઓની નિકટતાનું રીઝલ્ટ ગણાવ્યું હતું.

રાષ્ટ્રીય જનતાદળના પ્રવક્તા અને રાજયસભા સાંસદ મનોજ ઝાએ સરકારના આ નિર્ણયને મોદી સરકારની ગરીબ વિરોધી માનસિકતાનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે જે સરકારની પ્રાથમિકતામાં પ્રથમ જીયો ઇન્સ્ટીટયુટ હોય તેમને વંચિત સમુદાય નથી દેખાતા.આ ન્યુ ઇન્ડિયા છે. જેને અમારા વડાપ્રધાને દેશ વિદેશમાં ફરીને ખુબ જ મહેનત બાદ બનાવ્યું છે. જય હિન્દ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY