Karnataka માં Modi સરકારે ખેડૂતોને દેવા માફી માટે એક રૂપિયો આપ્યો નથી : Sonia Gandhi

0
1388
Modi Government Not Contributed Single Rupee to Farm Loan Waiver in Karnataka Said Sonia Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન Sonia Gandhi એ બે વર્ષ બાદ આજે કર્ણાટકમાં સંબોધેલી રેલીમાં મોદી સરકારને આડે હાથે લીધી હતી. સોનિયા ગાંધીએ કર્ણાટકની કોંગ્રેસ સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી .તેમજ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે કર્ણાટકના ખેડૂતોના દેવા માફી માટે એક રૂપિયાની મદદ પણ રાજય સરકારને કરી નથી. પીએમ મોદી એક કલાકારની જેમ બોલે છે અને ભાષણ દ્વારા પોતાની પ્રસિદ્ધીની ભૂખ સંતોષે છે. દેશમાં સત્તામાં આવ્યાને ચાર વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ કરપ્શન દુર કરવાની માત્ર વાતો કરી છે. હજુ સુધી દેશમાં લોકપાલની નિમણુક કરી શકયા નથી. તેમજ કરપ્શન દુર કરવાના તેમનો વાયદો આજે પણ વાયદો જ રહ્યો છે.
sonia gandhi 03

આ ઉપરાંત પીએમ મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું જુનુન સવાર છે. તેના લીધે તેમને એના સિવાય બીજું કશું જ દેખાતું નથી. એક તરફ કોંગ્રેસ વિકાસના કામ કરી રહી છે જયારે મોદી સરકાર ચાર વર્ષમાં એક પણ કામ કરી શકી નથી. પરંતુ મોદી સરકારે કોંગ્રેસે જે સારા કામ કર્યા છે તેને બરબાદ કરવાનું કામ કર્યું છે.સોનિયા ગાંધીએ આ ઉપરાંત જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી જે સ્થળે પણ જાય છે ત્યાં દેશના ઈતિહાસને ખોટી રીતે રજુ કરે છે. તેમજ દેશના નાયકોને પણ પોતાના રાજકીય ઉપયોગ માટે ઉપયોગ કરે છે.
sonia gandhi 01

આ રેલીમાં સોનિયા ગાંધી મોદી સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારને પુનઃ ચુંટણીમાં જીતાડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ સીનીયર નેતા હાલ કર્ણાટકમાં છે. જેમાં રાહુલ ગાંધી છેલ્લા ત્રણ મહિનાથી સતત કર્ણાટકમાં રેલીઓ કરી રહ્યાં છે. જેમાં સોમવારથી રાહુલ ગાંધીના ચુંટણી પ્રચારનો નવમો અને આખરી તબક્કો શરુ થયો છે.
sonia gandhi 02

કર્ણાટકમાં ૧૨ મેના રોજ એક જ તબક્કામાં ચુંટણી યોજાવવાની છે. જયારે ૧૫ મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. જેના પગલે ભાજપ આ ચુંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેમજ કોંગ્રેસ તરફથી પ્રચારની કમાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળી છે. તેમણે છેલ્લા ત્રણ માસથી રાજ્યમાં સતત ચૂંટણી પ્રવાસ કરી રહ્યાં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY