મોદી સરકારના નોટબંધીના ખોટા નિર્ણયની અસર અંગે થયો મોટો ખુલાસો

0
3999

સંસદની એક સમિતિમાં સામેલ ભાજપના સાંસદોએ નોટબંધી અંગેના વિવાદિત મુસદ્દાવાળા અહેવાલને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. જો કે આ સમિતિમાં મોદી સરકારના નોટબંધીના નિર્ણયની અસરોનો અભ્યાસ કરવાનો હતો. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સામેલ છે. વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામા બનેલી આ નાણાબાબતોની સમિતિએ અહેવાલમાં મુસદ્દામાં જણાવ્યું છે કે નોટબંધીના નિર્ણયના લીધે રોકડની કમી ઉભી થઈ હતી અને તેનો પ્રભાવ જીડીપી પર પડયો હતો. જેના લીધે જીડીપીમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ અસંગઠીત ક્ષેત્રોમાં બેરોજગારી વધી છે.

ભાજપના સાંસદ નિશીકાંત દુબે આ રીપોર્ટના મુસદ્દાનો વિરોધ કર્યો હતો. જેને લઈને તેમણે વીરપ્પા મોઈલીને અસહમતિ પત્ર પણ આપ્યો હતો. જેનો સમિતિમા સામેલ તમામ ભાજપ સભ્યોએ સમર્થન કર્યું હતું. ૩૧ સભ્યોની આ સમિતિના ભાજપના સભ્યોની બહુમતી છે.

આ અંગે ભાજપના સાંસદ નિશીકાંત દુબે કહ્યું કે નોટબંધીથી સુધાર થયો છે. વડાપ્રધાન મોદીએ આ પગલું દેશના નાગરિકોના હિતમાં લીધો છે. આ પત્રના કહેવામાં આવ્યું છે કે નોટબંધીથી કાળા નાણાં પર લગામ લાગી અને મુદ્રાસ્ફીતિમાં સુધાર થયો છે. આ પત્રમાં ભાજપના ૧૧ સાંસદોએ સહી કરી છે. આ સમિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે. જેમાં દિગ્વિજયસિંહ, જ્યોતિરાદીત્ય સિંધિયા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ સામેલ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY