“ખેડૂત વિરોધી સરકાર” તરીકે યાદ રહેશે મોદી સરકાર : અહમદ પટેલ

0
245
Modi government will be remembered as Most anti-farmer government Said Ahmed Patel

કોંગ્રેસના સીનીયર નેતા અને સાંસદ અહમદ પટેલે મોદી સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે. સાંસદ અહમદ પટેલે હરિયાણામા બેંકનું દેવું ના ચૂકવી શકનાર ખેડૂતનું જેલમાં જ મોત થવાના મામલે કહ્યું હતું કે મોદી સરકારને દેશની સૌથી વધારે ખેડૂત વિરોધી સરકાર તરીકે યાદ કરવામાં આવશે.

કોંગ્રેસના સાંસદ અને ખજાનચી અહમદ પટેલે હરિયાણામાં ભીવાનીમાં ખેડૂતના મોત સાથે જોડાયેલા સમાચારને શેર કરીને ટ્વીટ કરી હતી. જેમાં લખ્યુ હતું કે ‘ હજારો કરોડ રૂપિયાનું દેવું લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓને દેશ છોડવાની મંજુરી છે. પરંતુ માત્ર ૧.૫ લાખનું દેવું લેનારા ખેડૂતને દેવું નહીં ચુકવવા બદલ જેલમાં મરવું પડે છે.

તેમણે કહ્યું કે આ સરકારને સૌથી વધારે ખેડૂત વિરોધી સરકાર તરીકે યાદ કરવામાં આવશે. આ અંગે મળતા સમાચાર અનુસાર ભીવાનીનો ખેડૂત દેવું નહીં ચુકવવા બદલ બે વર્ષની કેદની સજા ભોગવી રહ્યો હતો.જયારે જેલમાં તેની અચાનક તબિયત બગડતા મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ખેડૂતની હાલત અચાનક બગડી હતી.જેની બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પણ છેલ્લા બે દિવસથી મોદી સરકાર ખેડૂતોના મુદ્દે આક્રમક પ્રહાર કરી રહી છે. દિલ્હીમાં ગાંધી જયંતિ પર ખેડૂતો પર કરવામાં આવેલા અત્યાચારને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ અંગે જણાવતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ગઈકાલે ગાંધી જયંતિ પર એક તરફ જયારે ખેડૂત પોલીસની લાઠીથી પીટાઈ રહ્યો હતો તો બીજી તરફ દેવામાં ડૂબેલો હરિયાણાનો ખેડૂત ૯ લાખનું દેવું નહીં ચુકવતા જેલમાં જ મૃત્યુ પામ્યો હતો. આ ગાંધી જયંતિ પરની સૌથી દર્દનાક ઘટના હતી. તેના પરથી લાગી રહ્યું છે કે મોદી સરકાર ખેડૂત મુક્ત ભારત બનાવવામાં વ્યસ્ત છે.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતની છાતી ચીરતી ગોળીઓ અને ઈજા પહોંચાડતી લાઠીઓ સમગ્ર દેશમાં મોદી સરકારના જુલમની નિશાની બની ચુકી છે. તે પછી મંદસૌરમા અડધો ડઝન ખેડૂતો પર પોલીસ ફાયરીંગમાં મોત આપવાનો મામલો હોય કે દાહોદમાં નિર્દોષ ખેડૂતને પર પોલીસ ગોળીબાર કે પછી ચોમુ અને શ્રીગંગાનગર રાજસ્થાનમાં ખેડૂતો પર વરસાવવા આવેલી ગોળીઓ હોય. આ ઉપરાંત ભાજપ શાષિત રાજ્યો હરિયાણા, ઝારખંડ, છતીસગઢ અને ઉત્તરાખંડમા મોટા પાયે ખેડૂતો પર દમન અને ગોળીઓ વરસાવવી રોજબરોજની ઘટના છે.

આ ઉપરાંત ગઈકાલે થયેલા લાઠીચાર્જથી ગભરાયેલી ભાજપની યોગી સરકારે જેમ તેમ કરીને રાતો રાત ખેડૂતોને ખોટા વાયાદા કરીને આંદોલન સમાપ્ત કરવાની પેરવી કરી છે. જયારે રાજકીય લોલીપોપ આપીને વિશ્વાસધાત કરીને ભાજપ સરકાર ક્યાં સુધી ભલાભોળા ખેડૂતોને છેતરતી રહેશે. સમય આવી ગયો છે કે મોદી સરકાર દેશના અન્નદાતાને જવાબ આપે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY