…તો શું લોકસભા ચુંટણી પૂર્વે ૨૦૦૦ની ચલણી નોટો બજારમાંથી ઓછી કરી છે મોદી સરકાર

0
1762
Modi Government Will Try To Reduce 2000 Rupees Currency From Market Before Loksabha Election 2019

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી ૨૦૦૦ના ચલણની નોટો ઈશ્યુ કરવાનું બંધ કરી દીધું હોવાના સમાચાર સામે આવ્યા છે. જેના લીધે લોકો ફરી એક વાર દહેશત વધી રહી છે .જેમાં નોટબંધી બાદ બજારમાં આવેલી ૨૦૦૦ની નોટ મુદ્દે શરૂઆતથી જ બજારમાં અફવાઓ આવતી રહે છે. અને હવે કેટલાક એવા સંકેતો મળી રહ્યા છે, જેનાંથી લાગી રહ્યું છે કે સરકાર આ નોટોને ચુપચાપ બજારથી પરત લેવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ એક આવેલા એક રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક પટનાએ બે મહિનાથી બેંકોને ૨૦૦૦ રૂપિયાની નોટો ઇશ્યું નથી કરી. રિઝર્વ બેંક જોર આપી રહ્યી છે કે હવે ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો ઇશ્યું કરે. જેનાં કારણે આગામી થોડા મહિનાઓમાં એટીએમમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટો મળવાનું જ બંધ થઇ ચુક્યું છે.

જયારે અનેક બેંકોએ પોતાનાં એટીએમમાં ૨૦૦૦ની નોટોવાળી કેસેટ હટાવવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. જ્યારે અનેક બેંકો તેની તૈયારી કરી રહી છે. જો કે શાખાઓનાં કાઉન્ટર પરથી હજી સુધી ૨૦૦૦ રૂપિયાની નોટો મળી રહી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, સ્ટેટ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટોવાળી કેસેટ પોતાનાં એટીએમમાંથી હટાવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર એટીએમની કેસેટમાં પરિવર્તન ખુબ જ ઝડપથી કરાઇ રહ્યા છે. આશરે ૫૦ ટકા એટીએમમાં પરિવર્તન કરી નંખાયા છે.

એટીએમમાં નોટ નાખનારી એજન્સીઓનાં હવાલાથી આવેલા અહેવાલમાં જણાવાયું કે,ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી ૨૦૦૦ની નોટ એટીએમમાં નથી નંખાઇ રહી. આ અંગે સ્ટેટ બેંકનાં એટીએમ સંચાલન નેટવર્કનાં સહાયકે જણાવ્યું કે, ૨૦૦૦ની નોટોની સપ્લાઇ ઘટી રહી છે.

૫૦૦ રૂપિયાની નોટો એટીએમમાં અપલોડ કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીનાં કારણે રાજનીતિક દળો અને નેતાઓ ૨૦૦૦ નોટોની જમાખોરી કરી રહ્યા છે, જેનાં કારણે નોટો બજારમાંથી ઘટી રહી છે. આ ઉપરાંત આ નોટો ઘટવાનું કારણ નોટોનાં કાગળની હલકી ગુણવત્તા પણ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY