જર્મનીના હૈમ્બર્ગમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ૭૦ વર્ષની ઉપલબ્ધીઓને નષ્ટ કરી રહી છે મોદી સરકાર

0
2095
Modi Sarkar Destroying India 70 Year Achivement Said Rahul Gandhi In Hamburg Germany

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મનીના હૈમ્બર્ગમાં મોદી સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેના લીધે દેશનું અર્થતંત્ર, રોજગાર અને વ્યવસાય સહિતના ધંધા ચોપટ થઈ ગયા છે. તેમજ મોટી સંખ્યામાં નાના વેપારીઓએ ગામડે જવાની ફરજ પડી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મનીના હૈમ્બર્ગમાં બુસેરીયસ સમર સ્કુલમાં એકત્ર લોકોને સંબોધન કરતા જણાવ્યું કે આજે આઝાદીના ૭૦ વર્ષમાં ભારતે જે ઉપલબ્ધી રહી છે. તેને વર્તમાન સરકાર નષ્ટ કરી રહી છે.

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ૭૦ વર્ષ પૂર્વે ભારત અલગ અલગ જાતીમાં વહેચાયેલું હતું. જેના લીધે દલિત અને પછાત જાતિઓને ભારે ભેદભાવ સહન કરવો પડ્યો હતો. પરંતુ ભારતમાં ધીરે ધીરે બદલાવ થયો છે. આ બદલાવ બંધારણના એક વ્યકિત એક મતના વિચારથી શક્ય થયો છે. આ ઉપરાંત મોદી સરકાર રોજગાર ગેરંટી યોજના, ભોજનનો અધિકાર, સુચના અધિકાર અને બેંકોના રાષ્ટ્રીયકરણ જેવી યોજનાઓને મોદી સરકાર તેમની ખોટી નીતિઓથી પૂર્ણ કરી રહી છે. તેમજ દેશમાં દલિતો, અલ્પસંખ્યકો, આદિવાસીઓને આ સરકારથી કોઈ ફાયદો થયો નથી. તેમજ ફાયદો કરનારી તમામ યોજના કેટલાક કોર્પોરેટને તરફ વાળવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ મોદી સરકારના બે મોટા નિર્ણયો નોટબંધી અને જીએસટીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે તેના લીધે દેશનું અર્થતંત્ર, રોજગાર અને વ્યવસાય સહિતના ધંધા ચોપટ થઈ ગયા છે.તેમને અહિંસા અને પ્રેમમાં પોતાના વિશ્વાસને દોહરાવતા કહ્યું કે નફરતનો મૂકાબલો નફરતથી ના થઈ શકે. સંસદમાં પીએમ મોદીને ગળે લગાવવાની ઘટના અંગે તેમણે જણાવ્યું કે તે પીએમ મોદીની તેમના પ્રત્યેની નફરત ખતમ કરવા માંગે છે.

તેમણે કહ્યું કે વર્ષે ૧૯૯૧માં મારા પિતાને આતંકવાદીએ મારી નાખ્યા હતા. જયારે કેટલાક વર્ષો બાદ આતંકવાદીની મૃત્યુ થયું હતું. તો ખુશ ન હતો થયો. મેં તેને તેના બાળકોના જોયો હતો. મેં હિસાને અનુભવી છે અને તમને જણાવી શકુ છું.તેમાંથી બહાર નીકળવાનો એક માત્ર ઉદ્દેશ તેમને માફ કરવાનો છે. માફ કરવા માટે તમારે હિંસાને સમજવી પડશે કે તે ક્યાંથી આવી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY