મોદી સરકાર બેંક લોકરમાં મુકેલા કિંમતી સામાન અંગે લાવશે આ કડક કાયદો

0
3837
Modi Government Will Introduce New Law For Valuable Asset Kept In Bank Lockers

Modi સરકાર હવે તમારા બેંક લોકરમાં મુકેલા કિંમતી આભુષણો અને ઝવેરાત પર કડક કાયદો લાવી શકે છે. જેમાં હરિયાણામાં સીએમ મનોહરલાલ ખટ્ટરે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે બેંક લોકરોમાં મુકવામાં આવેલા લોકોના આભુષણો અને સોના-ચાંદીનો ખુલાસો કરવો લોકો માટે ફરજીયાત કરવાનો નિયમ બનાવવો જોઈએ. જેના લીધે બેંકોમાં રાખવામાં આવેલા સોના-ચાંદી અને અન્ય વસ્તુઓ પ્રત્યે બેંકની જવાબદારી નક્કી કરી શકાય. જેના લીધે બેંક લોકર ભાડે રાખનારા માટે વીમા પોલીસી સરળતાથી મળી શકશે.

આ અંગે ખટ્ટરે નાણા મંત્રી પીયુષ ગોયલને પત્ર લખીને જણાવ્યું છે કે ગ્રાહકોને આ અંગેનો વિકલ્પ આપવામાં આવે. જેના લીધે સરકાર અને આરબીઆઈ દાવા નીપટાવવામાં મદદ મળી શકે. તેમણે કહ્યું કે આ મોટું કદમ હશે કારણ કે ભારતીય રીઝર્વ બેંકે તેના નુકશાનના આકલનનું કોઈ માપદંડ નક્કી નથી કર્યું.

આ ઉપરાંત મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે આ કાળા નાણાને રોકવા અને નાણાકીય અનિયમિતતા રોકવામાં અને પારદર્શિતા રોકવામાં પણ તે લાભદાયક રહેશે. ખટ્ટરે કહ્યું લોકો પોતાનો કિંમતી સામાન લોકરોમાં રાખે છે જેને તે સુરક્ષિત માને છે. પરંતુ વાસ્તવમાં તે કુદરતી આફત કે અપરાધિક કૃત્યના કારણે કિંમતી સામાનના નુકશાન માટે બેંક જવાબદારી લેતી નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY