Mumbai માં ભારે વરસાદે ભાજપ નેતાઓને પાણીમાં ચાલવા મજબુર કર્યા, સામે આવી આ તસવીર

0
2363
Mumbai Heavy Rains Push BJP Leaders In Deep Waters

દેશની ટીવી ચેનલોમાં હંમેશા વિકાસની વાતો કરનારા અને ભાજપ અને મોદી સરકારની તરફદારી કરનારા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને Mumbai માં પડેલા વરસાદે હાથમાં બુટ પકડીને પાણીમાં ચાલવા માટે મજબુર કરી દીધા હતા. તેમજ ભાજપનો વિકાસ પાણીમાં ગરકાવ થઈ ગયો તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને મહારાષ્ટ્રના પ્રવક્તા કેશવ ઉપાધ્યયને ભાજપની દાદર ઓફીસ જવા માટે ભરેલા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

મુંબઈ પડી રહેલા ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેમજ ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. જયારે પશ્ચિમ રેલ્વેના મોટાભાગના સ્ટેશનો પર યાત્રીઓ ફસાયા છે. પશ્ચિમ રેલ્વેના પ્રવક્તા જી.મહાપુરકરે કહ્યું હતું કે દરેક સ્ટેશન પર પાણી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ પાણી ઉતરતાની સાથે જ ટ્રેનો શરૂ કરવામાં આવશે.

દેશભરમાં વિધિવત રીતે શરૂ થયેલા ચોમાસાને પગલે છેલ્લા ત્રણ દિવસથી Mumbaiમાં પડી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેમજ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મોટાભાગની ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે.મુંબઈના અનેક રેલ્વે સ્ટેશનો પાણીમાં ગરકાવ થયા છે. જયારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જયારે અનેક સ્થળોએ રોડ પર નદીઓની જેમ પાણી વહી રહ્યાં છે.

મુંબઇના કેટલાક વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો જેથી રસ્તા નદીઓની માફક દેખાઇ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, બીએમસીના કર્મચારી આખી રાત રસ્તા પર ભરેલા પાણી નિકાળતાં જોવા મળ્યા. મુંબઈમાં સોમવારથી જ વરસાદના લીધે મુંબઇવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા. મુંબઇના સાયન વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. ચારેય તરફ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. જોકે આ વિસ્તારોમાં સમગ્ર વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા છે.

જોકે બીએમસીએ ઠેર-ઠેર પાણી કાઢવા માટે મોટી-મોટી મોટરો લગાવી છે. તેમ છતાં મુંબઇ દર વર્ષની માફક આ વર્ષે પણ પાણી-પાણી થઇ ગયું છે. સાંત્રાક્રૂજમાં હાલાત ખરાબ છે. જે વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયા છે ત્યાં હવે પાણી દુર્ગંધ મારવા લાગ્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ પમ્પ વડે પાણીનો નિકાલ કરવામાં વ્યસ્ત છે.
આ ઉપરાંત ભારે વરસાદના પગલે મુંબઈ, થાણે, નવી મુંબઈમાં અનેક શાળાઓના સંચાલકોએ સ્વયં નિર્ણય લઈને આજે રજા જાહેર કરી દીધી છે.

વેસ્ટન રેલ્વેના જણાવ્યા અનુસાર નાલાસોપારામાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ત્યાં વીજપૂરવઠો પણ ખોરવાયો છે. વરસાદનું જોર હજી ચાર-પાંચ દિવસ રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.જેના લીધે ૯૦ થી વધારે ટ્રેનોને રદ કરવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY