Navjot Singh Sidhu ને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, જેલ જતા બચ્યા

0
699
Navjot Singh Sidhu

પંજાબના મંત્રી Navjot Singh Sidhu ને સુપ્રિમ કોર્ટની મોટી રાહત મળી છે. ૧૯૮૮ માં થયેલી મારપીટના એક કેસમાં કોર્ટે તેમની પર માત્ર ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલે કે Navjot Singh Sidhu ન માત્ર જેલ જતા બચ્યા છે પણ મંત્રી પણ બનેલા રહેશે.

પંજાબના પટિયાલામાં થયેલી મારપીટની આ ઘટના જે વ્યક્તિ ગુરનામ સિંહની સાથે થઇ હતી. ત્યારબાદ તેનું મૃત્યુ થઇ ગયુ હતું. આ કેસ ૧૯૯૯ માં નીચલી અદાલતે સિદ્ધુને મુક્ત કર્યા હતા. પણ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સિદ્ધુને બિનઈરાદાપૂર્વક હત્યાનો દોશી માનતા ૩ વર્ષની સજા આપી હતી.

સુપ્રિમ કોર્ટે સિદ્ધુની આ દલીલને માની લીધી કે મોત મારપીટમાં વાગેલી ઈજાના કારણે નહી પણ હાર્ટ એટકથી થઈ હતી. કોર્ટે એટલે તેમને બિનઈરાદાપૂર્વક હત્યા IPC ની ધારા 304 (2) થી મુક્ત કરી દીધા છે. પણ ધારા 323 એટલે કે મારપીટના દોશી માન્યા હતા. આ ધરામાં ૧ વર્ષની કેદ અથવા ૧ હજાર દંડ સુધીના પ્રાવધાન છે. કોર્ટે સિદ્ધુ પર માત્ર દંડ લગાવ્યો છે.

જો સુપ્રિમ કોર્ટ હાઈ કોર્ટના નિર્ણયને યથાવત રાખે તો સિદ્ધુને જેલમાં જવું પડત. તેમને જનપ્રતિનિધિત્વ કાયદાની ધારા ૮ હેઠળ મંત્રી પદ અને વિધાયક પદ પણ છોડવું પડતું. એટલું જ નહી તેઓ ૯ વર્ષ માટે આ પદોને મેળવવા માટે અયોગ્ય થઇ જતા.

આ કેસમાં હાઈકોર્ટે સિદ્ધુની સાથે રૂપિન્દર સિંહ સંધુને પણ ૩ વર્ષની સજા આપી હતી. સુનવણી દરમિયાન સિદ્ધુ તરફથી એ પણ દાવો કર્યો હતો કે, ઘટના સમયે તે ઘટનાસ્થળ પર હતા કે નહિ. સુપ્રિમ કોર્ટે સિદ્ધુને મુક્ત કરી દીધા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY