એનસીપીના શરદ પવારની લોકસભા ચુંટણી લડવાની અટકળો પર મુકાયું પૂર્ણવિરામ

0
138
NCP Supremo Sharad Pawar Not Fight 2019 Loksabha Election

મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ નેતા અને કેન્દ્રમાં અનેક વિભાગોના મંત્રી રહી ચુકેલા એનસીપીના પ્રમુખ શરદ પવાર ૨૦૧૯ની લોકસભા ચુંટણી નહીં લડે. જો કે આ અંગે તેમણે વર્ષ ૨૦૧૪માં જાહેરાત કરી દીધી હતી. પરંતુ છેલ્લા અનેલ દિવસોથી કયાસ લગાવવામાં આવી હર્યો હતો કે તે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે.

પરંતુ શનિવારે એનસીપીના મુંબઈ કુર્લાના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે સ્પષ્ટ કર્યું છે કે પવાર સાહેબે પાર્ટીને તેમના નામ વિચાર ના કરવા જણાવ્યું છે કારણ કે તે ઉમેદવાર નહીં બને. આજની બેઠકમાં તેમણે જણાવ્યું કે તે હવે લોકસભા ચુંટણીની ઉમેદવારીની રેસમાં નથી. આ ઉપરાંત આવ્હાડે એ બાબતનો પણ ઈન્કાર કર્યો હતો કે શરદ પવારે મવાલ લોકસભા બેઠક પરથી પાર્થ પવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. પાર્થ પવાર વરિષ્ઠ નેતા અજીત પવારના પુત્ર છે. આવ્હાડે કહ્યું કે પ્રાથમિક ચર્ચા ચાલુ છે. પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને નામને અંતિમ રીતે જાહેર કરવામાં આવશે.

આવ્હાડે ટ્વીટ કરીને શરદ પવારના ચુંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકયુ હતું. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે કોઈપણ નથી જાણતુ કે કોણે કહ્યું કે શરદ પવાર સાહેબ લોકસભા ચૂંટણી લડશે. પરંતુ મહારાષ્ટ્રમાં કોઈપણ લોકસભા વિસ્તારમાંથી ચુંટણી લડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY