નોટબંધીથી અર્થતંત્રને ગંભીર નુકશાન, જીડીપીમાં ૧.૫ ટકાનો ઘટાડો: પી. ચિદમ્બરમ

0
182
Notes Ban Destroy Economy GDP Decrease 1.5 Percent Said P. Chidambram

દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સીનીયર નેતા પી. ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે નોટબંધીના પરિણામ સ્વરુપે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. તેના લીધે મોટી સંખ્યામાં ઉદ્યોગો બંધ થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે અને જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે.

આ અંગે શ્રેણીબદ્ધ ટ્વીટમાં પૂર્વ નાણામંત્રીએ કહ્યું છે કે, આરબીઆઈના આંકડા સૂચન કરે છે કે, સરકારે માત્ર ૧૩૦ અબજ રૂપિયાની નોટબંધી કરી હતી. દેશે આના માટે ભારે કિંમત ચુકવી છે. વિકાસની દ્રષ્ટિએ ભારતીય અર્થતંત્રને જીડીપીના ૧.૫ ટકા સુધીનું નુકસાન થયું છે. એક વર્ષમાં ૨.૨૫ ટ્રિલિયન રૂપિયનું નુકસાન થયું છે. ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ૧૫૦ મિલિયનથી વધુ લોકો જે દરરોજ કમાણી કરે છે તે લોકોએ સપ્તાહો સુધી તેમની આજીવિકા ગુમાવી દીધી હતી. હજારોની સંખ્યામાં એસએમપી યુનિટો બંધ થઇ ગયા હતા. લાખોની સંખ્યામાં લોકોની નોકરી જતી રહી હતી.

પી. ચિદમ્બરમે જણાવ્યું કે, આરબીઆઈના કહેવા મુજબ તમામ રૂપિયા પરત આવી ગયા છે. માત્ર ૧૩૦ અબજ રૂપિયાની નાનકડી રકમ સિવાય ૧૫.૪૨ ટ્રિલિયન પૈકીના દરેક રૂપિયા આરબીઆઈમાં પરત આવ્યા છે. તેમજ સરકારની તમામ શંકા ખોટી સાબિત થઈ છે. તેમજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ૯૯.૩ ટકા રકમ બેંકિંગ સિસ્ટમમાં પરત ફરી છે.જેના લીધે આ નોટબંધીની જરૂર ન હોવાનું તારણ સામે આવ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY