જે હૈદરાબાદમાં બેઠા છે તેમણે તેલંગાનાના લોકો સાથે દગો કર્યો : સોનિયા ગાંધી

0
599
Party Who Seat In Hyderabad Will Cheat Telangana People Allage Sonia Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ તેલંગાનાના મતદારો માટે એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હૈદરાબાદમાં બેઠેલા લોકો તેલંગાનાના લોકોની આશા પર પાણી ફેરવી દીધું છે. તેથી હવે સમય સત્તા બદલવાનો છે.

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું કે તેલંગાનાના જે લોકો સત્તામાં બેઠા છે તેમણે લોકો સાથે દગો કર્યો છે. તેમણે તેલંગાનાના લોકોને અપીલ કરી છે કે શુક્રવારે યોજાનારા મતદાનમાં કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનને મત આપે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ તેલંગાનાની સત્તારૂઢ પાર્ટી ટીઆરએસ પર નિશાન સાંધ્યું અને સાથે સાથે તેની પર લોકો સાથે વિશ્વાસધાત કરવાનો આરોપ પણ મુક્યો હતો. તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. તેમજ લોકોને કોંગ્રેસ સમર્થિત ગઠબંધનને મત આપવા માટે અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ કે કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી,સીપીઆઈ અને તેલંગાના જન સમિતિના મહાગઠબંધન ” પ્રજા કટુમી’ તેલંગાનાના તમામ સમાજનું મહાગઠબંધન છે. તેમણે કહ્યું કે તેલંગાનાની રચના સાડા ચાર વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. અમે જ આ રાજ્યની રચના કરી હતી. પરંતુ જે લોકો સત્તામાં આવ્યા તેમણે લોકો સાથે દગો કર્યો છે.

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે તેલંગાના લોકો પોતાની આશા, અપેક્ષા અને ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આગળ આવે. હું તમને અપીલ કરું છું કે ‘પ્રજાકટુમી’ પક્ષમાં મતદાન કરો. તેમણે તેલંગાનાના લોકોને વાયદો પણ કર્યો કે અમારી સરકાર સમાજના તમામ વર્ગના કલ્યાણ માટે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણીની જાહેરાતમાં જ તેલંગાના વિધાનસભાની ચુંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન અને તેલંગાનામાં ૭ ડિસેમ્બરના રોજ ચુંટણી યોજાવવાની છે. તેમજ તેનું પરિણામ ૧૧ ડીસેમ્બરના રોજ જાહેર થશે. તેમજ આજે ચુંટણી પ્રચારનો અંતિમ દિવસ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY