J & K સરકારના પોસ્ટરમાં ઇન્દિરા ગાંધી અને મધર ટેરેસાની સાથે જેહાદીના ફોટા

0
220
Photos of Jihadi with the Indira Gandhi and Mother Teresa in J & K Government Poster

રાજ્ય સરકારમાં ભાગીદાર ભાજપ આ પોસ્ટર જોઈ ભડકી ગઈ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (J & K)ના પર્યટન વિભાગની ભૂલના કારણે મહબૂબા મુફ્તી સરકારે શરમિંદા થવાનો વારો આવ્યો છે. જમ્મુ – કાશ્મીર (J & K)ના અનંતનાગ જિલ્લામાં એક સત્તાવાર કાર્યક્રમમાં એક Poster લગાવવામાં આવ્યું હતું. જેમાં દુખ્તરાન એ મિલ્લત સરગના અસિયા અંદ્રાબીને જમ્મુ-કાશ્મીરની રોલ મોડલ દર્શાવતા તેની તુલના પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી, નોબલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસા, ભારતરત્ન લતા મંગેશકરની સાથે કરવામાં આવી હતી.

રાજ્ય સરકારમાં ભાગીદાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ પોસ્ટર ઉપર ભડકી ઉઠ્યું છે. જમ્મુ-કાશ્મીર (J & K) સરકારના પર્યટન વિભાગ દ્વારા લગાવાયેલા આ પોસ્ટરમાં કિરણ બેદી, ભારતરત્ન સ્વરકિન્નરી લતા મંગેશકર, પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી, નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસા, અવકાશયાત્રી કલ્પના ચાવલાના ફોટો જોવા મળી રહ્યા છે. જયારે બીજી તરફ અલગાવવાદી નેતા અસિયા અંદ્રાબીનો પણ ફોટો મૂકવામાં આવ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જે ‘એકીકૃત બળ વિકાસ સેવા’ની તરફથી આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, આ વિભાગ સામાજિક કલ્યાણ મંત્રાલયની અંતર્ગત આવે છે, અને ભાજપના સજ્જાદ લોન તે વિભાગના મંત્રી છે.

આ કાર્યક્રમ કોકરનાગના બ્રેંગમાં પર્યટનની પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને પ્રમોટ કરવા માટેનો હતો. અહિયાં ડઝનો અધિકારીઓ અને મંત્રીઓ હાજર હતા. ખુદ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીના ભાઈ તસાદુક મુફ્તીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અસિયા અંદ્રાબીનું પાકિસ્તાનમાં આતંકી સંગઠન જમાત-ઉદ દાવા ના પ્રમુખ હાફિજ સઈદની સાથે જોડાયેલી હોવાના અહેવાલો આવી રહ્યા છે. પોલીસે અસિયા અંદ્રાબીની કેટલીય વખત ગેરકાનૂની ગતિવિધિઓના આરોપમાં ધરપકડ કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે હાફિજની સાથે સતત ફોન દ્વારા તેના સંપર્કમાં રહે છે. અંદ્રાબી ઉપર ઘાટીમાં કેટલીય વખત પાકિસ્તાની ઝંડો લહેરાવી દેશ વિરોધી ગતિવિધિઓને અંજામ આપવાના કેટલાય આરોપો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY