પીએમ મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી, કેદારનાથ મંદિરે કરી વિશેષ પૂજા- અર્ચના

0
99
PM Modi Celebrate Diwali With Army Persons Perform Puja Archana At Kedarnath Dham

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તરાખંડના સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. જેની બાદ તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ કેદારનાથની આ તેમની ત્રીજી મુલાકાત છે.

આ પૂર્વે તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યુનાહે વડાપ્રધાન મોદીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. જેના જવાબમા વડાપ્રધાન મોદીએ તેમને જવાબમાં જણાવ્યું હતું કે ‘ દર વર્ષે હું સીમાવર્તી વિસ્તારમાં જવું છુ અને જવાનોને હેરાન કરું છું.આ વર્ષે પણ દિવાળી બહાદુર જવાનો સાથે મનાવીશ. તેમની સાથે સમય ગુજારવો ખાસ હશે.

પીએમ મોદીએ ભારતીય સેના અને આઈટીબીપીના જવાનોની સાથે દિવાળી ઉજવી છે. તેમણે ઉત્તરકાશીના હર્ષિલમાં આશરે દોઢ કલાક સુધી જવાનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પીએમ મોદી કેદારનાથ જવા પહોંચ્યા હતાં. આ પ્રસંગે પીએમ મોદીએ જવાનોને કહ્યું કે તેમના સમર્પણના કારણે જ દેશની સવા સો કરોડ જનતાનું ભવિષ્ય અને તેમના સપના સુરક્ષિત છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે દિપાવલીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. મારી કામના છે કે આ પ્રકાશનું આ પાવન પર્વ તમામના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધી લઈને આવે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY