પીએમ મોદીએ નોટબંધી અને રામ મંદિર સહિતના મુદ્દે કર્યો લૂલો બચાવ

0
638
PM Modi Creeps Rescue On Notes Ban Ram Temple And Rbi Governer Issue

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ ૨૦૧૯માં પોતાનો પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે છેલ્લા ચાર વર્ષમાં કરેલા નિર્ણયો અને ચાર વર્ષ પૂર્વે કરેલા વાયદા પર લૂલો બચાવ કર્યો હતો.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રામમંદિર નિર્માણ મુદ્દે લોકોને પોતાની મજબુરીથી અવગત કરાયા છે. તેમજ કીધું છે કે રામમંદિર પર વટહુકમ પર ત્યારે જ વિચાર કરી શકાશે જયારે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થશે. તેમજ તેમણે પોતાનો બચાવ કરવા ન્યાયિક પ્રક્રિયામાં કોંગ્રેસે બાધા બની રહી છે.

પીએમ મોદીએ પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પાકિસ્તાનને વિશે જણાવ્યું કે પાકિસ્તાન એક વારમાં સુધરે તેમ નથી. પરંતુ અમને સૈનિકોની રક્ષાની ચિંતા છે.

ત્રણ તલાક મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે આ અધ્યાદેશ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ લાવવામાં આવ્યો હતો.

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાનું દબાણ હોવાના મુદ્દે પીએમ મોદીએ કહ્યું હતું કે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પોતે રાજીનામાંની રજૂઆત કરી હતી તેમણે ૬ મહિના પહેલા આ વાત કરી હતી.

પીએમ મોદીએ નોટબંધી મુદ્દે પણ બચાવ કરતા જણાવ્યું હતું કે નોટબંધી લોકો માટે આંચકા સમાન ન હતું. તેમજ કાળા નાણા વાળાને એક વર્ષ પૂર્વે ચેતવવામાં આવ્યા હતા.
એક વર્ષ પહેલા લોકોને સૂચિત કર્યા હતા, જો તમારી પાસે કાળાનાણું હોય તો તે જમા કરાવી દો, મારી વાતને તે સમયે કોઇએ ગંભીરતાથી લીધી ન હતીઃ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY