PM Modi એ રાહુલ ગાંધીના સતત પ્રહાર બાદ તોડયું મૌન,મોબ લીંચીગ પર આપ્યો જવાબ

0
705
Modi Mob Linching

લોકસભા ચુંટણી માટે દેશમાં તૈયાર થઈ રહેલા રાજકીય માહોલ વચ્ચે PM Modi એ ન્યુઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે દેશના સળગતા પ્રશ્નો મોબ લીંચીગ, મહાદગઠબંધન, એનઆરસી, ઈકોનોમી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ મોબ લીંચીગ મુદ્દે જણાવ્યું હતું કે આ નાની નાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આને રાજકીય રંગ આપવા માટે વિપક્ષે પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષ આને રાજકીય રંગ આપવાના બદલે સમાજ એકજૂથ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે મેં અને મારા પક્ષે હંમેશા અનેક સ્થળોએ લીંચીગ અને માનસિકતા વિરુદ્ધ બોલ્યા છીએ. આ તમામ બાબતો રેકોર્ડ પર છે. તેથી તમામ લોકોએ આ મુદ્દાને રાજકારણથી ઉપર ઉઠીને જોવાની જરુર છે. જેના લીધે સમાજમા શાંતિ અને એકતાની સ્થાપના થઈ શકે. પીએમ મોદીએ મોબ લીંચીગ ઘટનાઓને અપરાધ ગણાવતા વિપક્ષ હુમલો કરતા કહ્યું કે આ ઘટનાઓ માત્ર આંકડા સુધી સીમિત કરી દેવી અને તેની પર રાજકારણ કરવું ઘટનાનો ઉપહાસ ઉડાવવા સમાન છે. તે એક વિકૃત માનસિકતા દર્શાવે છે જે હિંસા અને અપરાધ તરફ જોવે છે.પરંતુ વાસ્તવમાં આનો સામુહિક રીતે વિરોધ થવો જોઈએ.

PM Modi એ રાહુલ ગાંધી દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન લોકસભામાં તેમને ગળે મળવાની ઘટના અંગે જણાવ્યું હતું કે તેમને મળ્યા બાદ સાથીઓને આંખ મારવાની ઘટના એ જણાવે છે તેમનો વ્યવહાર કેટલો બાલીશ હતો. આ તમારે નક્કી કરવાનું કે આ બાલીશતા હતી કે નહીં તેમજ જો ના સમજી શકાય તો ફરી એકવાર આંખ મારવાની ઘટનાને નિહાળજો તમને જવાબ મળી જશે.

રાહુલ ગાંધી પર હુમલો કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ‘ હું એક વિનમ્ર કામદાર છું, આ દેશના નામદારોની તુલનામાં હું કશું જ નથી. તે નક્કી કરે છે કે કોની સાથે નફરત કરવી જોઈએ . ક્યારે નફરત કરવી જોઈએ. કોની જોડે પ્રેમ કરવો જોઈએ અને આ પ્રેમને કેવી રીતે દુનિયાને બતાડવામાં આવે. મારા જેવા કામદારની આમા કોઈ દખલ ના હોઈ શકે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ Rahul Gandhi એ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સત્તારૂઢ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકીને કહ્યું હતું કે પીએમ મોદી આ મહત્વપૂર્ણ મામલા પર મૌન સેવ્યું છે.રાહુલ ગાંધીએ ઉમેર્યું કે વડાપ્રધાને બે કરોડ રોજગાર, દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા, મહિલા સુરક્ષાનું વચન આપ્યું હતું. રાફેલ ડીલ, ખેડૂતોના મુદ્દાઓ, રોજગારીના પ્રશ્નો, બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે જ્યારે વાત કરી ત્યારે મોદી લોકસભામાં તેમની સામે જોવાની સ્થિતિમાં પણ દેખાયા ન હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY