પીએમ મોદીએ ટીવી ઈન્ટરવ્યુમાં જનતા જવાબ આપવાનો નિરર્થક પ્રયાસ કર્યો

0
1362
PM Modi Give Unusual Answer By Way Of Interview

હવે નોટ બંદી અને જીએસટી તેમજ રાફેલ વિમાન ખરીદી ના મુદ્દે દેશ ની જનતા ની સાથે સાથે ભાજપ અને આરએસએસ ના નેતાઓ તેમજ કાર્યકરો ની નજર મા નરેન્દ્ર મોદી ઉતરી ગયા છે ત્યાર પોતે ટીવી ઈન્ટરવ્યુ કરાવીને જનતા ને જવાબ આપવા નો નિરર્થક પ્રયાસ મોદી કરી રહ્યા છે .

નોટ બંદી નો બચાવ કરવા માટે દેશ ની જનતા ને દોશી ગણાવી કહી રહ્યા છે કે મે જનતા ને કાળા ધન બાબતે 1 એક વર્ષ પહેલાં ચેતવી હતી એનો મતલબ સાફ છે કે મોદી દેશ ની ગરીબ અને મધ્યમ વર્ગ ની જનતા ને જ કાળાં ધન ના માલિક સમજે છે અને કરોડો અરબો રૂપિયા ની દેશ વિદેશ માં બેનામી સંપત્તિ ધરાવનાર પુંજી પતી ઓ ને દેશ ના પ્રમાણિક નાગરિક સમજે છે. અને ભાજપ હોય કે આરએસએસ કે પછી નરેન્દ્ર મોદી આ તત્વો હંમેશા થી રૂપિયા વાળા ની આડકતરી ગુલામી કરવા નું અંગ્રેજો ના સમય થી કરી રહ્યા છે અને હંમેશા માટે કરતા રહેશે તેવું લાગે છે. એટલે તો નરેન્દ્ર મોદી ટીવી ઈન્ટરવ્યુ ના નાટક દરમિયાન બોલ્યા કે નોટ બંદી પછી લોકો સમજ્યા કે આપણે ઈમાનદારી રાખવાની છે તેમના પિતા દાદા કરચોરી કરતા હતા એટલે આ કરચોરી નો માહોલ સામાન્ય થઈ ગયો હતો પરંતું હવે એવું નહિ થાય. આમ કહીને નરેન્દ્ર મોદી એ દેશ ના આમ આદમી ને ચોર કહ્યા છે. અને પાછા કહી રહ્યા છે કે લોકો ને બેન્કિંગ સિસ્ટમ ના માધ્યમ થી કામ કરવા ની તક મળી આ શબ્દો બોલી ને નરેન્દ્ર મોદી પોતાની જાતને છેતરી રહ્યા છે.

કારણ કે નરેન્દ્ર મોદી ના ૧૯૫૦ ની સાલ માં જન્મ થયો હતો તેના ૫૦ વર્ષ પહેલાં થી ભારત દેશ મા બેન્કો થી રૂપિયા નો વહેવાર થતો હતો. રામ મંદિર બાબતે નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે કે કાયદો કાયદા નું કામ કરશે તે નિવેદન તેમના પોતાના ગાલ પાર પોતે જ તમાચા માર્યા જેવું છે. અહંકાર મા અને સત્તા ના નશા મા કોંગ્રેસ પાર્ટી ના વકીલો પર મોદી આરોપ લગાવી કહી રહ્યા છે કે રામ મંદિર બનાવવા મા કોંગ્રેસ ના વકીલો આડે આવી રહ્યા છે.

પણ સાચી વાત એ છે કે ભારત માં રહેતા 20 વિસ કરોડ મુસ્લિમો નો રામ મંદિર બનાવવા માટે વિરોધ છે અને મુસ્લિમ સમાજ ઈચ્છે છે કે આ મુદ્દા નું નિરાકરણ કોર્ટ થી જ આવે એટલે જ મોદી રામ મંદિર મુદ્દે કાયદા મુજબ ની વાતો કરી રહ્યા છે પણ આજથી ૨૯ વર્ષ પહેલાં ૧૯૯૦ મા અડવાણી સાથે રથયાત્રા મા સહયોગી તરીકે રહેનાર નરેન્દ્ર મોદી ની પણ કાયદા કી એસી કી તૈશી જેવી વાતો અને નિવેદનો આજે પણ રેકોર્ડ પર છે કે તે પોતે કહેતા હતા કે કોઈ પણ ભોગે અયોધ્યા મા રામ મંદિર બનવું જ જોઈએ. ટુંક માં જનતા ને ફૂટ બોલ સમજી ને આમ તેમ રમનાર નરેન્દ્ર મોદી પોતે પોતાની જીભ નો કંટ્રોલ ગુમાવી બેઠા છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY