PM Modi ની આરોગ્ય યોજના” આયુષ્યમાન ભારત” નું ભાવી અધ્ધરતાલ

0
1840
PM Modi Health Scheme Ayushman Bharat Got Major Setback

PM Modi ની મહત્વકાંક્ષી આરોગ્ય યોજનાને ભાજપ શાસિત રાજ્યોમાં જ ભારે ફટકો પડ્યો છે. જેમાં ભાજપ સરકારની આયુષ્યમાન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના લાગુ કરવા માટે મહારાષ્ટ્ર અને રાજસ્થાને ના પાડી છે. મહારાષ્ટ્રે બચાવ કર્યો છે કે તેમના રાજયમાં પહેલેથી જ મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના ચાલી રહી છે.તેમજ મોદી સરકાર ભલે આ યોજનાને લઈને ઉત્સાહિત હોય પરંતુ રાજ્યો તેના અમલમાં એટલા ગંભીર નથી. તેમજ જો આ યોજના લાગુ કરવામાં ભાજપ શાસિત રાજ્યોમાં જ જો આવા હાલ હોય તો બીજા રાજ્યોમાં યોજનાના અમલને લઈને અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે કહ્યું છે કે આ યોજનાને લાગુ કરવા માટે માટે તેની પાસે ફંડ નથી અને આ ઉપરાંત એક સ્વાસ્થ્ય યોજના ચાલી રહી છે. જેમાં રાજ્યના ૨. ૨ કરોડ લોકોને ૨ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવી રહ્યો છે. રાજસ્થાને પણ આયુષ્યમાન યોજનાને લાગુ કરવાની ના પાડી છે. તેમજ કહ્યું છે રાજ્યમાં ભામાશાહ સ્વાસ્થ્ય વીમા યોજના ચાલી રહી છે. આ યોજના અંતર્ગત ૪.૫ કરોડ લોકોને મફતમાં આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

જેના પગલે અધિકારીઓનું કહેવું છે કે રાજયમાં પહેલેથી જ આરોગ્ય યોજના યોગ્ય રીતે ચાલી રહી છે. તેવા સમયે કેન્દ્ર યોજનાને કેવી રીતે લાગુ કરી શકાય. મહારાષ્ટ્ર રાજસ્થાન પૂર્વે ઓડીસા સરકારે પણ આ યોજના લાગુ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સરકારે કહ્યું હતું કે રાજયમાં પહેલેથી જ બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના ચાલી રહી છે. તેમનો દાવો છે કે બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત આયુષ્યમાન ભારતની તુલનામાં વધારે લાભ આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY