PM Modi ૨૩ ઓગસ્ટે ગુજરાત પ્રવાસે, ચાર કાર્યક્રમમાં આપશે હાજરી

0
2145
PM Modi One Day Visit On 23 August In Gujarat Attend Four Programme

PM Modi લોકસભા ચુંટણીને અનુલક્ષીને ૨૩ ઓગસ્ટના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ પૂર્વે ભારે વરસાદના લીધે તેમનો બે દિવસનો કાર્યક્રમ મોફૂફ રાખવામાં આવ્યો હતો.પીએમ મોદી એક દિવસના પ્રવાસ દરમ્યાન દક્ષિણ ગુજરાતના વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ધરમપુરમાં પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે.

પીએમ મોદી આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુનાગઢમાં મેડીકલ કોલેજનું ઉદઘાટન કરશે. તેમજ ત્યાર બાદ ગાંધીનગર ખાતે યોજાનારા પદવીદાન સમારંભમાં પણ હાજરી આપશે. જયારે ફોરેન્સિક સાયન્સ યુનીવર્સીટીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની આ મુલાકાત લોકસભા ચુંટણી માટે સૂચક માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમ્યાન તે લોકસભા ચુંટણી માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. તેમજ ૨૬ લોકસભા બેઠક પર ભાજપ પોતાનું પ્રભુત્વ કેવી રીતે જાળવી રાખી શકે તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડશે.આ ઉપરાંત પીએમ મોદીની મુલાકાત લઈને ગુજરાત ભાજપે પણ આંતરિક સમીક્ષા બેઠકનું આયોજન શરૂ કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY