વડાપ્રધાન મોદીએ ચાર વર્ષમાં વિદેશ પ્રવાસ પર કર્યો ૨૦૨૧ કરોડનો ખર્ચ

0
1232
PM Modi Four Year Foreign Tour Expenditure Reach On 2021 Crore

દેશમાં વર્ષ ૨૦૧૪માં સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૮ વિદેશ પ્રવાસ કર્યા છે. જેમાં અત્યાર સુધી ૨૦૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ચાર્ટડ ફ્લાઈટના ભાડા સહિત તેનો નિભાવણી ખર્ચ પણ સામેલ છે. જેમાં વડાપ્રધાનની હોટલાઈન સુવિધા ખર્ચનો હિસાબ સામેલ છે. આ જાણકારી શુક્રવારે વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે રાજયસભામાં આપી હતી.

વી. કે. સિંહે એ ૧૦ દેશો માટે પણ માહિતી આપી હતી કે જેના પ્રવાસ દરમ્યાન ભારતને વિદેશી મૂડીરોકાણ મળ્યું હતું. જેમાં છેલ્લા ચાર વર્ષમાં વિદેશી મૂડીરોકાણ ૩૦૯૩ કરોડ ડોલર થી વધીને ૪૩૪૭ કરોડ ડોલર પર પહોંચી ગયું છે. તેમણે એ પણ જણાવ્યું કે યુપીએ-૨ ના કાર્યકાળ દરમ્યાન ડો. મનમોહનસિંહે વિદેશ પ્રવાસ પર ૧૩૪૬ કરોડનો ખર્ચ કર્યો હતો.

જુન ૨૦૧૪ થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી વિદેશી પ્રવાસ માટે વડાપ્રધાનના ચાર્ટડ પ્લેન પર ૪૨૯. ૨૫ કરોડનો ખર્ચ થયો છે. હોટલાઈન સુવિધા માટે ૯.૧૧ કરોડનો ખર્ચ થયો છે. જાણકારી અનુસાર મે ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ૪૮ વિદેશ યાત્રા કરીને ૫૫ દેશોનો પ્રવાસ કર્યો હતો. જેમાં અનેક દેશોમાં એકથી વધારે યાત્રાઓ સામેલ છે.

આંકડાઓ અનુસાર, ૨૦૧૪-૧૫ માં વિદેશ યાત્રાઓ માટે ચાર્ટડ વિમાનો પર ૯૩.૭૬ કરોડ રૂપિયા ખર્ચ થયો, જ્યાર વર્ષ ૨૦૧૫-૧૬ માં આ ખર્ચ ૧૧૭.૮૯ કરોડ રૂપિયા થયો હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં આ ખર્ચ ૭૬.૨૭ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૧૭ ૦૧૮માં તે ૯૯.૩૨ કરોડ રૂપિયા રહ્યો હતો. આ વર્ષ ૩ ડિસેમ્બર સુધી વિદેશી યાત્રાઓ માટે વિમાન પર ૪૨.૦૧ કરોડનો ખર્ચ થઈ ચુક્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY