રાફેલ વિવાદ: રાહુલ ગાંધીએ કર્યો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું સંસદ છોડીને ભાગી ગયા

0
69
Rafale Controversy Rahul Gandhi Attack PM Modi Said PM Will Left Parliament

દેશમાં રાફેલ મુદ્દે સંસદમાં શરુ થયેલી ચર્ચા હવે ટ્વીટર પર પણ સામે આવી રહી છે. જેમાં ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે સંસદમાં ચર્ચા શરૂ કરી હતી. જો કે આજે રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વીટને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરીને લખ્યું છે કે લાગે છે કે વડાપ્રધાન મોદી સંસદમાંથી ભાગી ગયા છે અને પંજાબમાં લવલી યુનીવર્સીટીમાં વિધાર્થીઓને સંબોધિત કરશે. તેમજ હું વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને અપીલ કરું છું કે સન્માન પૂર્વક તેમને રાફેલ મુદ્દે મેં કાલે પૂછેલા સવાલનો જવાબ માંગજો.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછેલા સવાલ પર કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. તે સદનના નેતા છે અને નેતા સદનમાં નહીં તો કયા જવાબ આપશે. તેમજ તે બીજાને તેમની વકાલત કેમ કરવા દે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી આજે જલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરશે. જેમાં ત્રીસ હજાર વિજ્ઞાની, શોધકર્તા અને વિધાર્થીઓ હાજર રહેશે. પાંચ દિવસનું આ સંમેલન સાત જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી ગુરુદાસપુર પણ જશે.

પંજાબના ગુરુદાસપુરથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચુંટણી ૨૦૧૯નું બિગુલ ફૂંકશે. ઉલ્લેખનીય કે છે કે બુધવારે જ શીખ કત્લેઆમ પીડિતો અને સાક્ષીઓને વડાપ્રધાન સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તે તમામ સુખવીરસિંહ બાદલની આગેવાનીમાં ત્યાં પહોંચ્યા હતા. જેમાં પીડિતોના મોટાભાગના પરિવાર ગુરુદાસપુર જીલ્લાના છે. તેથી પીએમ મોદી આ મુદ્દા પર કોંગ્રેસ પર આકરા પ્રહાર કરશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY