રાફેલ ડીલમાં પીએમ મોદી પર વધતી ભીંસ, કોંગ્રેસ કર્યો ફરી આક્રમક પ્રહાર

0
179
Rafale Deal Controversy Stronger Against PM Modi Congress Once Again Attack

રાફેલ અંગેના તાજા ખુલાસા બાદ વિપક્ષે ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. જેમાં કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું છે કે ‘ ફ્રાંસના મીડિયામાં રાફેલને લઈને વિસ્ફોટક ખુલાસો, જેના લીધે ખબર પડે છે કે રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ ના પાર્ટનર ઓફ ટ્રેડ ઓફ ડીલ અંતર્ગત ભાગીદાર બનાવવામાં આવી છે. દસોલ્ટ એવિએશનને રાફેલ સૌદાને લઈને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડીફેન્સ સાથે મજબુરીમા સૌદો કરવો પડ્યો હતો. કારણ કે કંપની સામે ‘ ટ્રેડ ઓફ ‘ એટલે કે લેવડ દેવડની શરત તરીકે તેને જ મુકવામાં આવી હતી. આ ખુલાસો રાફેલ સૌદા સાથે જોડાયેલા એક દસ્તાવેજમાંથી ન્યુઝ પોર્ટલ મીડિયાપાર્ટએ કર્યો છે.

આ દસ્તાવેજના આધાર પર પ્રકાશિત કરવામાં આવેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે દસ્તાવેજથી સાબિત થાય છે કે દસોલ્ટ એવિએશને રાફેલના ઉત્પાદન માટે જબરજસ્તી અનિલ અંબાણીની રિલાયન્સને લેવી જ પડી હતી કારણ કે તે આ કરારની અનિવાર્ય શરત હતી. આ વાત દસોલ્ટ એવિએશનના ડેપ્યુટી સીઈઓ લોઈક સેગાલેને એ સમયે તેના કર્મચારીઓને સામે સ્પષ્ટ કરી કે જયારે મે ૨૦૧૭માં તેમણે રિલાયન્સ ડીફેન્સ સાથે નાગપુરના દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ નામની સંયુક્ત કંપની બનાવવાની જાહેરાત કરી હતી. આ જાણકારી આ જ દસ્તાવેજમાંથી મળી હતી. જે તેના જ સ્ટાફે તૈયાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદેના નિવેદનની શાહી હજુ તો સુકાઈ નથી ત્યારે રાફેલ વિમાન બનાવતી કંપની બનાવતી ડસોલ્ટ એવિએશનના બે ટેકનીકલ અધિકારીના નિવેદને પીએમ મોદીની ઉંધ ઉડાવી દીધી હતી.

રાફેલ વિમાન બનાવતી કંપની બનાવતી ડસોલ્ટ એવિએશનના બે ટેકનીકલ અધિકારીએ કહ્યું છે કે જો આ સૌદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ડીફેન્સને ભાગીદાર બનાવવામાં ના આવી હોત તો આ ડીલ કેન્સલ થઈ ગઈ હોત. ડસોલ્ટ એવિએશનની ટીમ રિલાયન્સ સાથે કામ કરવા માટે સહમત ન હતી અને તેનો લેખિતમાં વિરોધ પર કરવામાં આવ્યો હતો. પરંતુ કંપનીના સીઈઓ એરિક ટ્રેપિએ છેલ્લા સમયે રિલાયન્સ ડીફેન્સ સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ ખુલાસો ઇન્ડિયા સ્કૂપ વેબસાઈટના કરવામાં આવ્યો છે.

આ વેબસાઈટે દાવો કર્યો છે કે ડસોલ્ટ એવિએશનના બે ટેકનીકલ હેડ સાથે તેમણે રાફેલ ડીલ અને રિલાયન્સ ડીફેન્સ ની ભાગીદારી અંગે ફોન પર સવાલ કર્યા હતા. આ બંને અધિકારીઓ કહ્યું આ મુદ્દે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. ડસોલ્ટ એવિએશનના અધિકારીઓ વચ્ચે આઠ દિવસ સુધી ઈમેલમાં સવાલ જવાબ પણ થયા હતા. જેમાં એક બાબત સ્પસ્ટ હતી કે ડસોલ્ટ એવિએશનની સમગ્ર ટીમ એચએએલ સાથે કામ કરવા માંગતી હતી. પરંતુ કંપનીના સીઈઓ એરિક ટ્રેપિએ છેલ્લા સમયે આ નિર્ણયને બદલી નાંખ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY