રાફેલની કિંમતને મોદી સરકારે જાહેર કરવી જોઈએ, કિંમત ટેકનીકલ વિષય નથી : શરદ પવાર

0
327
Rafale Price Is Not Techniqual Part Of Deal Modi Government Must Declare It Said Sarad Pawar

રાફેલ ડીલ મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પીએમ મોદીને તેની કિંમત અંગે ખુલાસો કરવો જોઈએ. રાફેલ ડીલની અન્ય બાબતો દેશની સુરક્ષા માટે બહાર લાવવી જરૂરી નથી પરંતુ કિંમત કોઈ ટેકનીકલ વસ્તુ નથી. પૂર્વ રક્ષામંત્રીએ જ્યાં સુધી તેની ટેકનીકલ બાબતો ઉજાગર નહીં કરવાની વાત કરી તે યોગ્ય છે.તેમજ રક્ષા ક્ષેત્રમાં પણ જરૂરી છે.

શરદ પવારે પુનાના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય પક્ષો રાફેલની કિંમતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. મારા અનુસાર તેની કિંમતનો ખુલાસો કરવાના સરકારને કોઈ સમસ્યા ના હોવી જોઈએ. હું પણ રક્ષામંત્રી રહી ચુક્યો છું તેમજ ગોપનીય સમજુતીમાં ટેકનોલોજી અને ક્ષમતા તેનો હિસ્સો હોય છે. તેની કિંમત ટેકનીકલ વિષય નથી હોતો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા બાદ મોદી સરકાર મૌન છે. તેમજ સરકારમાં સન્નાટો ફેલાયો છે. આ મુદ્દે પીએમ મોદી કશું જ બોલવા માટે તૈયાર નથી. આ મુદ્દે માત્ર કેબીનેટ મંત્રી અરુણ જેટલી અને નિર્મલા સીતારમન જવાબ આપી રહ્યા છે. પરંતુ પીએમ મોદી મૌન છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે વડાપ્રધાન ભ્રષ્ટ છે. તેમજ હવે આ બાબત તમામ લોકોમા મગજમાં બેસી ગઈ છે કે દેશનો ચોકીદાર જ ચોર છે. રાહુલ ગાંધીએ કહ્યું તેથી જ અમે આ મુદ્દે જેપીસીની માંગ કરી રહ્યા છે. તે મુજબ તપાસ કરવામાં આવશે તો તમામ બાબતો સામે આવી જશે. પરંતુ સરકાર આ મુદ્દે ડરી ચુકી છે. તેમજ પોલ ખુલી જતા હવે મૌનધારણ કરીને બેઠી છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ નાદાર થઈ ચુકેલા અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડનો કોન્ટ્રાકટ આપ્યો હતો. જયારે તેમને વિમાન બનાવવાનો કોઈ અનુભવ નથી. અમે માનીએ છીએ કે રાફેલ ડીલમાં ૧૦૦ ટકા ભ્રષ્ટાચાર થયો છે. ફ્રાંસમાં પીએમ મોદી સાથે જે ઉદ્યોગપતિઓ ગયા હતા તેમને ફાયદો થયો છે. તેથી જ અમે કહીએ છીએ છે કે પીએમ મોદીએ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર કરીને લોકોનો ભરોશો તોડ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY