રાફેલ ડીલના ભ્રષ્ટાચારને કોઈપણ રીતે છુપાવી શકાશે નહીં : કોંગ્રેસ

0
673
Rafale Scam Can Not Hide Through PR Stunt Said Congress

રાફેલ ડીલ પર દસોલ્ટના સીઈઓએ કરેલા ખુલાસા બાદ કોંગ્રેસે આ અંગે આક્રમક પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું કે સરકાર આ રીતે ગોટાળાને દબાવી દેવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ દસોલ્ટ કંપનીના સીઈઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનને પણ ખોટા અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ અંગે કહ્યું હતું કે ‘ દેશમાં વિમાન સૌદાને લઈને કંપની ઉપજાવી કાઢેલા નિવેદન આપી રહી છે. તેમજ આ અંગે કોંગ્રેસ નિષ્પક્ષ તપાસની માંગ કરે છે તેની માટે કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. તેમજ આ પ્રકારના પૂર્વનિયોજિત ઈન્ટરવ્યુ અને ખોટા ખૂલાસાથી રાફેલ વિમાનના સ્કેમને દબાવી શકાય તેમ નથી. તેમજ ભાજપ સરકાર અને દસોલ્ટ એવિએશન વચ્ચે મેચ ફિક્સ છે. વડાપ્રધાન મોદી અને એરિક ટ્રેપર પીઆર સ્ટંટ કરીને ભ્રષ્ટાચારને છુપાવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, દેશમાં રાફેલ ડીલને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને સામને છે. તેમજ કોંગ્રેસ આ મુદ્દે પીએમ મોદી વિરુદ્ધ આક્રમક અભિયાન પણ ચલાવી રહી છે.તેવા સમયે રાફેલ સૌદા કરનાર ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રેપીયરે કરેલા ખુલાસામાં કહેવામાં આવ્યું છે તે માત્ર એક જ કંપની સાથે નથી કરી રહી.આ ઉપરાંત તેમણે કહ્યું કે અમારો ભારતમાં સાથે લાંબો અનુભવ છે. અમારી પ્રથમ ડીલ વર્ષ ૧૯૫૩માં નહેરુજી સાથે થઈ હતી. અમે ભારતીય વાયુસેના અને ભારત સરકારને ફાઈટર જેટ જેવી પ્રોડ્કટ સપ્લાઈ કરીએ છીએ.

તેમણે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે જાતે જ અનીલ અંબાણીની કંપનીની પસંદગી કરી છે. અમારા રિલાયન્સ સિવાય બીજા ૩૦ પાર્ટનર છે. આ સૌદાને ભારતીય વાયુસેના માટે ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે તેને લડાઈ માટે પણ ફાઈટર વિમાનની જરૂર છે. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુકેલા આરોપ પર એરીકે જણાવ્યું કે તે ક્યારેય ખોટું નથી બોલતા. મેં પહેલા પણ સાચું કહ્યું હતું અને અત્યારે પણ સાચું જ કહ્યું છું. તમે મારી જગ્યા પર હોવ તો પણ સાચું જ બોલશો.

આ ઉપરાંત રાફેલ વિમાનની કિંમતને લઈને સીઈઓએ કહ્યું કે વર્તમાન વિમાન ૯ ટકા સસ્તા છે. ૩૮ વિમાનોની કિંમત એટલી છે જેટલી ૧૮ વિમાનો છે. તેમજ ૩૬ એ ૧૮થી બમણા થાય છે. આવા સમયે આ કિંમત બમણી થવી જોઈએ. પરંતુ આ સરકાર સરકાર વચ્ચેની ડીલ છે જેના લીધે કિંમત ૯ ટકા ઓછી કરવી પડી હતી.

એરીકે આ ઉપરાંત જણાવ્યું કે આ પૂર્વે ટાટા અને અન્ય કંપનીઓ સાથે ટાઈઅપ માટે વાતચીત કરી હતી. વર્ષ ૨૦૧૧માં ટાટા કંપનીએ પણ વિમાન બનાવવામાં માટે અનેક કંપનીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ છેલ્લે રિલાયન્સ એન્જીનીયરીંગની સુવિધા જોયા બાદ અમે તેમની સાથે ગયા છીએ. હાલના વિમાનમા હથિયાર અને મિસાઈલ સિવાય તમામ વસ્તુ ઉપલબ્ધ છે. એક બીજા કોન્ટ્રાક્ટમાં હથિયાર આપવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY