રાહુલ ગાંધીએ કર્યા મોદી સરકાર પ્રહાર, કહ્યું ખેડૂતો ભેટ નહીં પોતાનો હક્ક માંગી રહ્યા છે

0
1427
Rahul Gandhi Attack On PM Modi Said Farmers Fight For Rights Not Asking Gift

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકારે ખેડૂતો સાથે વિશ્વાસધાત કર્યો છે. જો વડાપ્રધાન મોદી તેમના ૧૫ અમીર દોસ્તના સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકે છે તો કરોડો ખેડૂતોનું દેવું માફ કરવામા મુશ્કેલી કેમ પડી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખેડૂતો કોઈ ભેટ નથી માંગી રહ્યા પરંતુ તેમનો હક્ક માંગી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દિલ્હીમા ખેડૂતોની સંસદ માર્ચમાં હિસ્સો લીધો હતો. તેમજ કહ્યું કે મોદી સરકાર પાસે ખેડૂતોની વાત સાંભળવાનો સમય નથી. તેમજ તેમણે ખેડૂતોની દેવામાફી અને પાક ઉપજની દોઢગણી કિંમત માટે કાયદો લાવવાની પણ માંગ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં અત્યારે બે મુદ્દા સૌથી ગંભીર છે. પ્રથમ યુવાનોને રોજગારનું સંકટ અને બીજું ખેડૂતોનું સંકટ. આ લડાઈ ખેડૂતો અને યુવાનોના ભવિષ્ય માટેની છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સરકાર હવે ૧૨.૫ લાખ કરોડનું બેંક એનપીએ માફ કરવાની યોજના બનાવી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે કાયદા બદલવા પડશે. સીએમ અને પીએમ બદલવા પડશે. અમે ખેડૂતોનું ભવિષ્ય બનાવીને જ રહીશું એક ઇંચ પાછળ નહીં હટીએ. જો કોઈ સરકાર હિન્દુસ્તાનના ખેડૂતનું અપમાન કરશે. હિન્દુસ્તાનના યુવાનનું અપમાન કરશે તો ખેડૂતો અને યુવાનો તેમને હટાવીને જ દમ લેશે.

ઉલ્લેખનીય છે કે, દેશભરના ૨૦૬ ખેડૂતો સંગઠનો શુક્રવારે મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ સંસદ માર્ચ કરી હતી. આ ખેડૂત સંગઠનોએ ગુરુવારે પણ રામલીલા મેદાનમા સભા યોજીને બાદમાં રેલી કરી હતી. આ રેલી રામલીલા મેદાનથી શરુ કરવામાં આવી હતી. દિલ્હીમાં રેલી કરેલા ખેડૂતોને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું

તેમજ મોદી સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ લખ્યું છે કે’ વેરાન જમીનમાં સોનું ઉગાડવાની તાકાત રાખું છું, પોતાના હક્કની લડાઈથી નથી ડરતો, હું વર્ષભર કરીને મહેનત ઉગાડુ છુ ધાન , એવી ઉપજનું શું કામ જે મળે છે માત્ર ચાર આની ‘ સુરજેવાલાએ આગળ લખ્યું છે કે ‘ મોદીજી હું એ જ ખેડૂત છું , જેની જોડે તમે વિશ્વાસધાત કર્યો છે. સિંહાસન ખાલી કરો હવે નહીં સહન કરીએ આધાત’ દેશભરના ખેડૂતો દ્વારા કરવામા આવેલી સંસદ માર્ચમાં મોટી સંખ્યામા મહિલાઓ પણ સામેલ થયા હતા. આ રેલીમા આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, અને ઉત્તર પ્રદેશમાથી મોટી સંખ્યામા ખેડૂતો જોડાયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY